Nepal Protests: ભીડ લાકડી લઈને પાછળ પડી, હોટલમાં મારો બધો સામાન બળી ગયો… નેપાળમાં ફસાયેલી ભારતીય મહિલાનો વીડિયો વાઈરલ

મહિલાએ જણાવ્યું કે રસ્તાઓ પર અને દરેક જગ્યાએ આગ લગાવી દીધી છે. તેમને કોઈ પરવા નથી કે કોણ પ્રવાસી છે કે કોણ કામથી આવ્યું છે. અમને નથી ખબર કે બીજી હોટલમાં પણ કેટલો સમય રહી શકીશું.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 10 Sep 2025 12:05 PM (IST)Updated: Wed, 10 Sep 2025 12:39 PM (IST)
nepal-protests-updates-indian-tourist-upasana-gill-shares-desperate-video-appeal

Nepal Protests Updates: નેપાળમાં હિંસાની વચ્ચે અનેક ભારતીય પ્રવાસીઓ પણ ફસાયેલા છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહી છે કે ભીડ લાકડી લઈને તેની પાછળ પડી હતી. તે મુશ્કેલીથી તેનો જીવ બચાવીને ભાગી છે. અહેવાલો અનુસાર કેરળના 40થી વધુ લોકો નેપાળમાં ફસાયેલા છે.

નેપાળ હિંસા વચ્ચે ફસાયા ભારતીય

જે વીડિયો સામે આવ્યો છે તે એક મહિલાનો છો. જે નેપાળની છે. તેનું નામ ઉપાસના ગિલ છે. તેણે વીડિયોમાં જણાવ્યું કે પ્રદર્શનકારીઓ પ્રવાસીઓને પણ છોડી રહ્યા નથી. હું ભારતીય દૂતાવાસને અપીલ કરું છું કે અમારી મદદ કરે. હું નેપાળના પોખરામાં ફસાઈ ગઈ છું.

મહિલાએ જણાવ્યું કે હું અહીં એક વોલીબોલ લીગનું આયોજન કરવા માટે આવી હતી. હું અહીં જે હોટલમાં રોકાઈ હતી. તેને આગ લગાવી દીધી છે. મારો સામાન પણ હોટલમાં હતો. હું સ્પામાં હતી અને લોકો મારી પાછળ લાકડી લઈને પડ્યા હતા. હું ગમે તેમ મારો જીવ બચાવીને ભાગી છું.

ભીડ લાકડી લઈને પાછળ પડી

મહિલાએ જણાવ્યું કે રસ્તાઓ પર અને દરેક જગ્યાએ આગ લગાવી દીધી છે. તેમને કોઈ પરવા નથી કે કોણ પ્રવાસી છે કે કોણ કામથી આવ્યું છે. અમને નથી ખબર કે બીજી હોટલમાં પણ કેટલો સમય રહી શકીશું. મારી સાથે બીજા લોકો પણ અહીં ફસાયા છે. મહિલાએ આ વીડિયો પ્રફુલ ગર્ગને મોકલ્યો હતો. જે હાલ તેમના ઈન્સ્ટાગ્રામ પર છે.

વિદેશ મંત્રાલયે આપ્યા સુચનો

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે જ્યાં સુધી નેપાળમાં પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી મુસાફરો નેપાળની યાત્રા ટાળે. આ સાથે વિદેશ મંત્રાલયે નેપાળમાં હાજર ભારતીય નાગરિકોને પણ સલાહ આપી છે કે તેઓ હાલ તેમના વર્તમાન નિવાસસ્થાનો પર રહે, રસ્તા પર ન નીકળે અને સાવધાની રાખે. નેપાળમાં ભારતીય દૂતાવાસે પણ સ્થાનિક સુરક્ષા સલાહનું પાલન કરવાની સલાહ આપી છે.