Nepal Protest Viral Video: નેપાળમાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી હિંસા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સ્થિતિ નિયંત્રણમાં આવી નથી. પ્રદર્શનકારીઓએ સંસદ પર હુમલો કર્યો છે અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના ખાનગી નિવાસસ્થાનને પણ આગ લગાવી દીધી છે. કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા બાદ નેપાળમાં સત્તા પરિવર્તનની શક્યતા છે.
પ્રદર્શનકારીઓએ પૂર્વ પીએમના ઘરને ફુંકી માર્યું
પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના બક્તપુરમાં આવેલા ખાનગી નિવાસસ્થાનને આગ લાગ્યા બાદ પ્રદર્શનકારીઓએ ખુશી મનાવી. નેપાળમાંથી સામે આવેલા એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ ખુશીથી ઝૂમતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો કેપી શર્માના ખાનગી નિવાસસ્થાનનો છે.
#WATCH | Nepal: Protesters dance and celebrate as the private residence of former PM K.P. Sharma Oli, in Bhaktapur, burns. The Nepali PM resigned this afternoon amid demonstrations against the Government over alleged corruption.
— ANI (@ANI) September 9, 2025
(Video Source: TV Today Nepal) pic.twitter.com/d71H1bQ1KJ
પ્રદર્શનકારીઓએ નાચીને મનાવ્યો જશ્ન
આજે સવારે પ્રદર્શનકારીઓ ઓલીના બક્તપુરમાં આવેલા નિવાસસ્થાને પહોંચ્યા અને ઘરમાં ઘૂસીને તેને આગને હવાલે કરી દીધું. ઘરની અંદરથી ઉઠતી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડા દૂરથી જોઈ શકાતા હતા. કેપી શર્માનું બળતું ઘર જોઈને પ્રદર્શનકારીઓ ખુશીથી નાચવા લાગ્યા, અને તેમનો નાચ-ગાન પણ કેમેરામાં કેદ થઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ ઘરમાં હાજર ચીજવસ્તુઓને પણ એક પછી એક બાળી નાખી હતી.
