Shashi Tharoor Sun Ishan Tharoor: શશિ થરુર હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન એક કાર્યક્રમમાં શશિ થરુર અને તેમના દીકરા ઈશાન સામ-સામે આવી ગયા હતા. વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર ઈશાને તેના પિતાને જ પાકિસ્તાન સહિત પહેલગામ હુમલાને લઈને ગંભીર અને તીખા સવાલ કર્યા હતા. પુત્રના સવાલનો શશિ થરુરે પણ એટલી જ પરિપક્વતા સાથે જવાબ આપ્યો હતો.
ઈશાને પિતા શશિ થરુરને પુછ્યા તીખા સવાલ
ઈશાને પુછ્યું કે શું કોઈ દેશે તમારી પાસેથી પહેલગામ હુમલાને લઈને પાકિસ્તાનની સંડોવણીના કોઈ પુરાવા માંગ્યા ? જવાબ આપતાં શશિ થરુરે કહ્યું કે અમારી પાસેથી કોઈએ પુરાવા માંગ્યા નથી, હા મીડિયાએ માંગ્યા છે. જો પાકિસ્તાન સામે અમારી પાસે કોઈ નક્કર પુરાવા ન હોત તો અમે આટલી મજબૂતી સાથે જવાબ ન આપ્યો હોત.
VIDEO | Washington DC: Congress MP Shashi Tharoor (@ShashiTharoor) responds to a question from Ishaan Tharoor, on Pakistan denying involvement in the Pahalgam terror attack. Here's what he said
— Press Trust of India (@PTI_News) June 5, 2025
"No one had any doubt. We were not asked for evidence, but the media has asked this… pic.twitter.com/D1yQAixxMu
કોણ છે ઈશાન થરુર?
ઈશાન થરુર કોંગ્રેસ સાંસદ શશિ થરુરના દીકરા છે. તેઓ વોશિંગ્ટન ડીસીના વરિષ્ઠ પત્રકાર છે અને ગ્લોબલ અફેર્સ પર કોલમ લખે છે. પિતા શશી થરૂર સંયુક્ત રાષ્ટ્રમાં કાર્યરત હતા ત્યારે તેમનો જન્મ સિંગાપુરમાં થયો હતો.
આ પણ વાંચો
ઇશાનના જોડિયા ભાઈનું નામ કનિષ્ક થરૂર છે. તેઓ લેખક અને કહાણીકાર છે. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને જાતિમાં ડિગ્રી મેળવી છે. તેમણે 2006માં ટાઇમ મેગેઝિન સાથે પત્રકારત્વ શરૂ કર્યું હતું અને 2014માં વોશિંગ્ટન પોસ્ટમાં જોડાયા હતા. તેમણે 2018 થી 2020 સુધી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં 'ગ્લોબલ અફેર્સ ઇન ધ ડિજિટલ એજ' પર ભણાવી ચુક્યા છે.