France Protests Updates: નેપાળ બાદ હવે ફ્રાન્સની રાજધાની પેરિસમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી રહ્યા છે અને આગચંપી કરી રહ્યા છે. પોલીસે 200 થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. ફ્રાન્સમાં અલગ અલગ સ્થળોએ 80 હજારથી વધુ જવાનોને તૈનાત કરાયા છે.
ફ્રાન્સમાં સરકાર સામે લોકો રસ્તાઓ પર
ફ્રાન્સના રસ્તાઓ પર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની સામે બ્લોક એવરીથિંગ નામથી નવું આંદોલન શરૂ થઈ ગયું છે. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અલગ અલગ સ્થળોએ આગચંપી, નારાબાજી અને રસ્તાઓ પર અવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનને પગલે બુધવાર સવારથી હાઈવે પર ખરાબ રીતે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અલગ અલગ સ્થળોએ પોલીસ અને જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
Large-scale violent protests broke out in France, with angry protesters launching a "block everything" movement and clashing with riot police on the streets. pic.twitter.com/WeIusAz8z6
— Pana Teri (@TeriPana77781) September 10, 2025
સુરક્ષાબળોની તૈનાતી છતાં પેરિસમાં અનેક મોટા શહેરોમાં સ્થિતિ ખરાબ છે. આ ઘટના એવા સમયે બની રહી છે જ્યારે ફ્રાન્સની રાજનીતિ પહેલાથી જ સંકટમાં છે. સંસદમાં હાલમાં જ વડાપ્રધાન ફ્રાંસ્વા બાયરુ વિશ્વાસમતમાં હારી ગયા અને મેક્રોને તેમના કાર્યકાળમાં પાંચમા વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂની નિમણુક કરવી પડી.
Social unrest and political instability in France, as a day of civil disobedience and protests accompanies the swearing in of President Macron’s 7th Prime Minister, Sebastien Lecornu - protesters here at Gare du Nord tear gassed earlier, calling for Macron’s resignation pic.twitter.com/PJTLTWDDkU
— Mark Lowen (@marklowen) September 10, 2025
જાણો આંદોલન બ્લોક એવરીથિંગનો અર્થ
આ કોઈ સામાન્ય પ્રદર્શન નથી, આ આંદોલન એવા વિચાર પર આધારિત છે કે હાલની વર્તમાન રાજનીતિક વ્યવસ્થા હવે જનતાના કામની નથી. તેની શરૂઆત દક્ષિણપંથી સમુહોએ કરી પરંતુ હવે વામપંથી અને અતિવામપંથી તાકાતોએ તેને કબજામાં લઈ લીધું છે. પ્રદર્શનકારીઓનો સીધો સંદેશ છે કે જો સિસ્ટમ કામ નથી કરતી તો દેશની મશીનોને રોકી દો. અને તે હેઠળ રસ્તાઓ, હાઈવે અને પરિવહનતંત્રને ઠપ્પ કરવાની જાહેરાત કરી.
#BREAKING :-A large protest in Paris, France, where demonstrators are calling for the resignation of President Emmanuel Macron and France's exit from the European Union, a movement referred to as "Frexit." The crowd is seen marching with French flags and banners.#France… pic.twitter.com/Ci3o70yQAA
— Ashish Tomar (garv se kho hindu hai hum) (@Ashishtomar56) September 9, 2025
