ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર FBI એ કસ્યો ગાળિયો, ટોપ-10 મોસ્ટ વોન્ટેડના લીસ્ટમાં કર્યો સામેલ, માહિતી આપનારને 1 મિલિયન ડોલરનું ઈનામ

FBI એ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને તેની ટોપ-10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે, તેની માહિતી આપનારને 1 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરાયું છે. ગોલ્ડી બ્રાર ભારત અને વિદેશમાં હત્યા, ધમકી, અપહરણ અને નશીલા પદાર્થોની હેરાફેરી સહિત અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે અને કેનેડામાં પણ વોન્ટેડ છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 21 Nov 2026 11:48 AM (IST)Updated: Sat, 21 Nov 2026 11:48 AM (IST)
fbi-adds-gangster-goldy-brar-to-its-list-of-top-10-most-wanted
ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર FBI એ કસ્યો ગાળિયો

Gangster Goldy Brar: ભારત અને વિદેશમાં પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર ગાળિયો કસવામાં આવ્યો છે. અમેરિકાએ મોસ્ટ વોન્ટેડ ભાગેડુની ટોપ 10 યાદીમાં સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને સામેલ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડી લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો છે. તેમણે ભારતમાં અનેક લોકોને ધમકી આપી છે. જો કે, હવે લોરેન્સના આ સાથી પર એફબીઆઈએ ગાળિયો કસ્યો છે.

FBI ની આ કાર્યવાહીથી અન્ય ગેંગસ્ટરોમાં ફફડાટ

FBI ની આ કાર્યવાહીથી અન્ય ગેંગસ્ટરોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત તેમના પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે,હાલમાં લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તેમ છતા તેમના નામે બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ સહિત અન્ય નામચીન લોકોને ધમકી આપવામાં આવતી રહે છે.

1 મિલિયન ડોલરના ઈનામની જાહેરાત

તમને જણાવી દઈએ કે, આ ગેંગ પર કેનેડાથી લઈને અમેરિકા સુધી અનેક ગુનાહીત પ્રવૃત્તિમાં સામેલ હોવાનો આરોપ છે. તેમના લોકોની હત્યા કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી, અપહરણ, નશીલા પદાર્થોનું વેચાણ અને ઘાતક હથિયારો રાખવા સહિતના આરોપ લાગેલા છે. તો બીજી તરફ એફબીઆઈએ ગોલ્ડી બ્રાર અંગે માહિતી આપનારને 1 મિલિયન ડોલર સુધીના ઈનામ આપવાની જાહેરાત કરી છે.

કેનેડામાં પણ ભાગેડુ છે ગોલ્ડી

અમેરિકા જ નહીં કેનેડાએ પણ ગોલ્ડીને વોન્ટેડ લોકોની યાદીમાં સામેલ કર્યો છે. જે વ્યક્તિ તેને પકડવામાં મદદ કરશે તેમને અઢી લાખ કેનેડાઈ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેનેડામાં પણ ગોલ્ડી સામે અનેક ગંભીર ગુનાનો આરોપ છે.

બીજા આરોપ અંગે વાત કરીએ તો લોરેન્સ ગેંગનું OCG ક્રાઈમ ગ્રુપ છે ગોલ્ડી તેની આગેવાની અમેરિકામાં કરી રહ્યો હોવાની વાત સામે આવી છે. આ ગ્રુપ સામે અમેરિકા જ નહીં પણ કેનેડા સહિતના દેશોમાં હત્યાથી લઈને અનેક ગુનાહિત પ્રવૃતિ કરવાનો આરોપ લાગ્યો છે. એફબીઆઈ જણાવ્યું છે કે, ગોલ્ડી કેટલાક ગંભીર ગુના માટે લોન્ટેડ છે. ખાસ કરીને નશાકારક પદાર્થોની હેરફેર અને ટાર્ગેટ કિલિંગ જેવા આરોપો સામેલ છે.

કેનેડામાં ગોલ્ડી પર એક મોટા નેતાની હત્યાનો આરોપ

આ ઉપરાંત એફબીઆઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ગોલ્ડી અને લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં એક અતિ પ્રભાવશાળી અને ધાર્મિક નેતાના મર્ડર કરવાનો આદેશ આપ્યો હતો. આ નેતાની 2023 ના વર્ષમાં જ્યારે તેઓ ગુરુદ્વારામાંથી બહાર નિકળતા હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. એફબીઆઈએ પંજાબના જાણીતા સિંગર રહેલા સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.