India US Relations: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના મિત્ર કહ્યા છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે બંને દેશોના સંબંધોને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
જોકે ટ્રમ્પે એ પણ કહ્યું કે મોદી એક મહાન વડાપ્રધાન છે. તેમને આ સમયે પીએમ મોદીના કેટલાક પગલાં પસંદ નથી. તેમ છતાં, તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશોના સંબંધોમાં કોઈ તિરાડ નથી અને તેઓ હંમેશા ભારત સાથે સંબંધો મજબૂત કરવા તૈયાર રહેશે. તેમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી.
ભારત અને અમેરિકાના સંબંધોમાં મજબૂત છે...
આ મામલે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે ભારત-અમેરિકાના સંબંધો મજબૂત છે અને તે લોકતાંત્રિક મૂલ્યો, વહેંચાયેલા હિતો અને લોકોના પરસ્પર સંબંધો પર આધારિત છે. તેમણે ખાતરી આપી કે બંને દેશ વેપાર સહિત તમામ મુદ્દાઓ પર જોડાયેલા રહેશે.
મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પે તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે અમેરિકાએ ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા છે. જોકે, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ નિવેદન પર પલટી મારી અને કહ્યું કે તેમને એવું લાગતું નથી કે આવું થયું છે. તેમણે ભારત દ્વારા રશિયા પાસેથી વધુ તેલ ખરીદવા અંગે પણ નિરાશા વ્યક્ત કરી અને આ મુદ્દે ભારતને જાણ કરી હોવાનું જણાવ્યું.