Pakistan Medicine Shortage:વિદેશી હૂંડિયામણની અછત વચ્ચે પાકિસ્તાનમાં ફાર્મા સેક્ટરમાં સંકટ ઘેરું બન્યું, સારવાર માટે ભારે મુશ્કેલી

પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન સૈયદ ફારુક બુખારીના જણાવ્યા પ્રમાણે દેશના ફોરેન રિઝર્વ પર દબાણ વધતા બેંકોએ માત્ર અડધી જ LC અરજીઓને મંજૂરી આપી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 08:06 AM (IST)Updated: Sat, 28 Nov 2026 08:07 AM (IST)
amid-a-shortage-of-foreign-exchange-the-crisis-in-pakistans-pharmaceutical-sector-has-deepened

Pakistan Medicine Shortage:આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના આરોગ્ય ક્ષેત્ર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી મળતી નાણાકીય મદદમાં વિલંબ અને વિદેશી હૂંડિયામણની ઘટતી જતી સ્થિતિને કારણે દવા બનાવવા માટે જરૂરી કાચા માલ તેમજ તબીબી સાધનોની આયાત ઠપ્પ થવાની અણી પર છે. એક અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં દવાના ઉત્પાદનમાં 21.5 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.

બેંકો દ્વારા લેટર ઓફ ક્રેડિટ (LC) અટકાવાતા કટોકટી વધી

દવા ઉત્પાદન ઘટવા પાછળનું મુખ્ય કારણ સ્થાનિક કોમર્શિયલ બેંકોનું વલણ માનવામાં આવે છે. કાચા માલની આયાત માટે જરૂરી લેટર ઓફ ક્રેડિટ (LC) એટલે કે નિશ્ચિત સમયમર્યાદામાં ચુકવણીની ખાતરી આપતા દસ્તાવેજ ઇશ્યુ કરવાનું બેંકોએ ટાળ્યું છે અથવા સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આયાત માટે LC અનિવાર્ય હોવાથી દવા ઉદ્યોગની કામગીરી સીધી પ્રભાવિત થઈ છે.

પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન સૈયદ ફારુક બુખારીના જણાવ્યા પ્રમાણે દેશના ફોરેન રિઝર્વ પર દબાણ વધતા બેંકોએ માત્ર અડધી જ LC અરજીઓને મંજૂરી આપી છે. પરિણામે ફાર્મા કંપનીઓ અને તબીબી ઉપકરણોના આયાતકારો મુશ્કેલીમાં મુકાયા છે.

જમાખોરી અને હોસ્પિટલોમાં સર્જરી મોકૂફ રાખવાની ફરજ

આયાત અને ઉત્પાદનમાં અવરોધ ઊભો થતાં બજારમાં દવાઓની અછત સર્જાવાની ભીતિ વચ્ચે જથ્થાબંધ અને છૂટક વેપારીઓ દ્વારા દવાઓનો સંગ્રહ એટલે કે જમાખોરી શરૂ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.