Air India Emergency Landing: અમદાવાદ દુર્ઘટના બાદ દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ, 156 લોકો સવાર હતા

આજે વહેલી સવારે 9:30 વાગ્યે એર ઇન્ડિયાના એક વિમાનનું થાઈલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 13 Jun 2025 12:13 PM (IST)Updated: Fri, 13 Jun 2025 12:20 PM (IST)
air-india-plane-makes-emergency-landing-in-thailand-over-bomb-threat-156-on-board

Thailand Air India Emergency Landing: થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા.

naidunia_image

આજે વહેલી સવારે 9:30 વાગ્યે એર ઇન્ડિયાના એક વિમાનનું થાઈલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ નંબર AI-379 હોવાનું સામે આવ્યું છે. વિમાનમાં 156 લોકો સવાર હતા. વિમાન થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી તરફ આવી રહ્યું હતું.

હાલમાં બોમ્બ ધમકી વિશે વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી. જો કે એવી માહિતી સામે આવી છે કે વિમાનની તપાસ કરવામાં આવી છે, જો કે કોઈપણ પ્રકારનો બોમ્બ મળ્યો નથી.