Vijay Rupani Death: ગાંધીનગર પહોંચ્યા વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી, હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું

વહેલી સવારે વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત ઘરની બહાર તેમની આંખો છલકાઈ ગઈ હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 13 Jun 2025 10:33 AM (IST)Updated: Fri, 13 Jun 2025 10:39 AM (IST)
vijay-rupani-death-anjali-rupani-arrives-at-ahmedabad-airport-terminal

Vijay Rupani Wife Anjali Rupani News: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાત ગમગીન છે. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન આજે લંડનથી અમદાવાદ પરત ફર્યા હતા. તેઓ હાલ ગાંધીનગર સ્થિત આવાસ પર પહોંચ્યા છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી તેઓ ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે.

અંજલિ રુપાણીની આંખો છલકાઈ

વહેલી સવારે અંજલિ રુપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત ઘરની બહાર તેમની આંખો છલકાઈ ગઈ હતી. તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે વિજય રુપાણી પત્ની અંજલિ રુપાણીને લેવા માટે લંડન જઈ રહ્યા હતા.

વિજય રુપાણીએ 3 જૂને પત્ની સાથે વિદેશ પ્રવાસ માટે ટિકિટ બૂક કરાવી હતી. પત્ની પહેલેથી લંડન પહોંચી ગયા હતા પરંતુ વિજય રુપાણી પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે જઈ શક્યા ન હતા.