Earthquake In America:અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયામાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ; લોસ એન્જલસ એરપોર્ટ પર ફ્લાઇટનું લેન્ડિંગ રદ

Earthquake In America:અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયાના દરિયાકાંઠા નજીક 5.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા લોસ એન્જલસ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 12:32 PM (IST)Updated: Sun, 29 Nov 2026 12:32 PM (IST)
50magnitude-earthquake-hits-southern-california-usa-flight-landing-cancelled-at-los-angeles-airport

Earthquake In America:અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયાના દરિયાકાંઠા નજીક 5.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા લોસ એન્જલસ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો છે.US જિયોલોજિકલ સર્વે (USGS)ની માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ લોસ એન્જલસ નજીક મેનહટન બીચના દરિયાકાંઠાથી થોડે દૂર નોંધાયું હતું. 5ની તીવ્રતાના ભૂકંપ બાદ ઘણા આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા, તેને લીધે ઇમારતોની બારીઓ ધ્રૂજી ઊઠી હતી અને પાર્ક કરેલી કારોના એલાર્મ વાગવા લાગ્યા હતા.

લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

ભૂકંપના આંચકાને લીધે લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષાના કારણોથી વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવી પડી હતી. ડેલ્ટા એરલાઇન્સનું એક વિમાન લેન્ડિંગ કરવાની તૈયારીમાં જ હતું ત્યારે ભૂકંપ આવ્યો હતો અને રનવે પર તિરાડ પડવાની આશંકાને પગલે ક્રૂને તાત્કાલિક લેન્ડિંગ અટકાવી દેવા સૂચના આપવામાં આવી હતી.

રનવેની તપાસ કર્યા વગર વિમાન ઉતારવું જોખમી

આ નિર્ણયને યોગ્ય ગણાવતા લોસ એન્જલસના મેયર કેરેન બાસે જણાવ્યું કે રનવેની તપાસ કર્યા વગર વિમાન ઉતારવું જોખમી સાબિત થઈ શક્યું હોત. એરપોર્ટ પર આફ્ટરશોકને કારણે છતની એક સફેદ પેનલ તૂટી પડી હતી અને ટર્મિનલની બારીઓના કાચ તૂટી ગયા હતા. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષના વકીલ કેના ક્રેમરે જણાવ્યું કે આંચકાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે થોડી જ વારમાં સ્થિતિ શાંત થઈ ગઈ હતી.

આસપાસના રહીશોને કોઈ ખતરો નહી

બીજી તરફ ભૂકંપના ઝટકા બાદ દક્ષિણી કેલિફોર્નિયા સ્થિત શેવરોન રિફાઇનરીમાં ઓટોમેટિક સેફ્ટી સિસ્ટમ સક્રિય થતા ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. કંપનીએ સ્પષ્ટતા કરી કે સિસ્ટમને સંભવિત નુકસાનથી બચાવવા સેફ્ટી ફ્લેરિંગ પ્રક્રિયા હેઠળ વધારાનો ગેસ સુરક્ષિત રીતે બાળવામાં આવ્યો હતો અને આસપાસના રહીશોને કોઈ ખતરો નથી.

બીજીબાજુ કેલિફોર્નિયાની ઇમરજન્સી સર્વિસિસ કચેરીએ લોકોને આફ્ટરશોક્સની સ્થિતિને ધ્યાનમાં રાખી સાવધાન રહેવા માટે અપીલ કરી છે. જોકે લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ (LAFD) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા માળખાકીય નુકસાનના સમાચાર નથી.