વલસાડ ST વિભાગ દ્વારા 'પૂનમ સ્પેશિયલ' બસ સેવાની જાહેરાત, જાણો નારેશ્વર અને ડાકોર બસનું સંપૂર્ણ સમયપત્રક

આગામી 30 એપ્રિલ અને 1 મે એમ બે દિવસ ભક્તો બસ સેવાનો લાભ લઈ શકશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 25 Apr 2026 11:01 AM (IST)Updated: Sat, 25 Apr 2026 11:01 AM (IST)
valsad-st-division-poonam-special-bus-schedule-nareshwar-dakor-virpur
HIGHLIGHTS
  • વલસાડ એસ.ટી. વિભાગનો નિર્ણય
  • 'પૂનમ સ્પેશિયલ' બસ સેવા શરૂ થશે
  • નારેશ્વર, ડાકોર અને વીરપુર માટે બસ

Valsad Poonam Special Bus Service: પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામોમાં દર્શનાર્થીની ભારે ભીડ જોવા મળતી હોય છે. શ્રદ્ધાળુઓની આ સુવિધાને ધ્યાનમાં રાખીને વલસાડ ST વિભાગ દ્વારા ખાસ 'પૂનમ સ્પેશિયલ' બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 એપ્રિલ, ગુરુવાર અને 1 મે, શુક્રવારના રોજ ભક્તો આ બસ સેવાનો લાભ લઈ શકશે.

વલસાડ-નારેશ્વર બસનો રૂટ અને સમય 

વલસાડ ST વિભાગ દ્વારા વલસાડથી નારેશ્વર અને ધરમપુરથી ડાકોર તથા વીરપુર માટે આ વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી 1 મે, શુક્રવારના રોજ વલસાડથી નારેશ્વર માટે સ્પેશિયલ બસનું સંચાલન કરવામાં આવશે. આ બસ વલસાડથી વહેલી સવારે 5:20 કલાકે ઉપડશે.

આ બસ ડુંગરી-ચીખલી 5:45 કલાકે, એંધલ-નવસારી 6:30 કલાકે, સચિન-સુરત 7:25 કલાકે, કામરેજ-કીમ ચોકડી અંકલેશ્વર GIDC 8:45 કલાકે, ભરૂચ ભોલાવ થઈ પાલેજ 9:45 કલાકે પહોંચશે. ત્યારબાદ આ બસ નારેશ્વર ખાતે સવારે 10:20 કલાકે પહોંચશે.

ભક્તોને દર્શન અને મહાપ્રસાદનો લાભ સરળતાથી મળી રહે તે માટે એસટી વિભાગે પૂરતો સમય ફાળવ્યો છે. જે બાદ આ બસ નારેશ્વરથી બપોરે 12:30 કલાકે પરત ફરવા ઉપડશે, અને એ જ માર્ગે પાછી ફરીને સાંજે 5:30 કલાકે વલસાડ પહોંચશે.

ધરમપુર-ડાકોર અને વીરપુર માટે ખાસ બસ

નારેશ્વર ઉપરાંત, 30 એપ્રિલના રોજ ધરમપુરથી ડાકોર અને ધરમપુરથી વીરપુર જવા માટે પણ વલસાડ ST વિભાગે સ્પેશિયલ બસની સુવિધા ઊભી કરી છે. ધરમપુરથી ડાકોર જતી બસ 30 એપ્રિલે રાત્રે 9:00 કલાકે ધરમપુરથી ઉપડશે.

આ બસ વલસાડ, ચીખલી, એંધલ, નવસારી, સચિન, સુરત અંકલેશ્વર GIDC, ભોલાવ ભરૂચ, વડોદરા, વાસદ, અને ઉમરેઠ થઈને મુસાફરી કરશે. પૂનમના દિવસે સવારે 5:00 કલાકે આ બસ ડાકોર પહોંચશે. દર્શન પૂર્ણ કર્યા બાદ, પરત ફરવા માટે આ જ બસ ડાકોરથી બપોરે 2:00 કલાકે ધરમપુર જવા માટે રવાના થશે.

વલસાડ એસ.ટી. વિભાગની આ વ્યવસ્થાથી દક્ષિણ ગુજરાતના અનેક ભક્તોને પૂનમના દર્શન માટે સીધી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે. શ્રદ્ધાળુઓને આ બસ સેવાનો મહત્તમ લાભ લેવા વલસાડ એસ.ટી. તંત્ર દ્વારા જણાવાયું છે.