Ahmedabad News: અમદાવાદ એસટી વિભાગે નવી ગુર્જરનગરી બસોનો કાફલો મળતા 37 નવા એક્સપ્રેસ રૂટ શરૂ કર્યા છે. જેમાંથી પ્રથમવાર 10 રૂટ સંચાલિત કરાશે અને 27 રૂટ પર બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. પુશ-બેક સીટો ધરાવતી આ બસોમાં મુસાફરોને કન્ફર્મ સીટની સુવિધા મળશે.
મુસાફરોને 40 ટકા ફાયદો
ખાનગી લક્ઝરી બસોના રૂ.800થી રૂ.1200ના ભાડા સામે એસટીમાં માત્ર રૂ.400 થી રૂ.600માં મુસાફરો મુસાફરી કરી શકશે.જેના લીધે પેસેન્જરોના ખિસ્સા પરનો બોજ 40 ટકા જેટલો ઘટશે.
અંતરિયાળ રુટ પર કનેક્ટિવિટીમાં વધારો
સુરત માટે સવારે 6:15 અને 7:30 કલાકે નવી બસ સેવા શરુ કરવામાં આવશે. ઉપરાંત જંબુસર, દ્વારકા અને ધાનેરા જેવા રુટ પર કનેક્ટિવિટીમાં વધારો થશે. તેમજ મુસાફરો પોર્ટલ પર ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.
નોકરિયાત વર્ગને ફાયદો
અમદાવાદથી સુરત માટે સવારે 6.15 અને 7.30 વાગે નવી બસ શરૂ થતાં નોકરી કરતા વર્ગને ફાયદો થશે.
