અમદાવાદીઓ માટે હવે GMDC ગ્રાઉન્ડની ‘વાયબ્રન્ટ નવરાત્રી’માં ફ્રી એન્ટ્રી બંધ, હવે ખૈલેયાઓએ ચૂકવવો પડશે આટલો ચાર્જ

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ વાયબ્રન્ટ નવરાત્રી 2026માં આ વખતે ફ્રી એન્ટ્રી બંધ. BookMyShow પર રૂ. 100થી રૂ. 1200 સુધી ટિકિટ દર, સેલિબ્રેશન ઝોન, પ્રીમિયમ ઝોન અને સિંગર લિસ્ટની સંપૂર્ણ વિગતો જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 10:56 AM (IST)Updated: Sun, 27 Sep 2026 10:56 AM (IST)
gmdc-ground-navratri-2026-ticket-price-celebration-zone-singer-list-ahmedabad-garba

Navratri 2026: અમદાવાદ શહેરના પ્રખ્યાત GMDC ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે સરકારી વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરાતું હોય છે. જ્યાં લોકો ખાસ ગરબા રમવા માટે કોઈ પણ ફી આપ્યા વગર નવરાત્રી રમી શકતા હતા. પરંતુ આ વખતે વહીવટી તંત્રે સરકારી નવરાત્રીમાં નિશુલ્ક એન્ટ્રી બંધ કરાવી દઈને ટિકિટ આધારિત સિસ્ટમ લાગુ કરી છે. જેના લીધે ગરબે રમવા આવતા ખૈલેયાઓના ખિસ્સા પર માર પડવાનો છે.

GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રિ માટે પાસ

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં ખેલૈયાઓ અને દર્શકો ઓનલાઈન પ્લેટફોર્મ બુકમાયશો પરથી ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. ટિકીટ વ્યવસ્થા જોઇએ તો, તંત્ર દ્વારા સામન્ય ખેલૈયાઓ માટે સેલિબ્રેઝશન ઝોનમાં પ્રવેશ ફી 100 રુપિયા રાખી છે. જે ખૈલૈયાઓ પ્રીમિયમ ઝોનમાં ગરબા રમવા ઈચ્છતા હોય તેમના માટે તેમના માટે ટિકીટના દર 200થી શરુ કરીને 1200 સુધીના રખાયા છે. આ વર્ષની નવરાત્તરીમાં પ્રોફેશનલ આયોજકની જેમ વ્યવસ્થા કરવામાં આવી છે.

વાઈબ્રન્ટ નવરાત્રીમાં શું હશે ખાસ?

GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા આયોજનમાં મોટો ફેરફાર કરાયો છે. આ વર્ષની નવરાત્રિમાં વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમ વિભાગની સત્તાવાર વિગતો પ્રમાણે, ખેલૈયાઓ અને દર્શકો સરળતાથી ગરબા રમી શકે અને જોઈ શકે માટે વિશેષ એમ્ફિથિયેટર સ્ટાઈલનું માળખું ઉભું કરવામાં આવશે. પ્રીમિયમ અને વીઆઈપી ઝોન બનાવાશે. જેમાં ગરબે ઘૂમવા આવતા ખૈલેયાઓને ગરબા જોવા અને રમવા માટે સુવિધા મળશે,પાસ ખરીદી માટે પ્રાઈવેટ સર્વિસ પ્રોવાઇડર્સની મદદ લેવાઈ રહી છે.

નોરતાના દિવસો સેલિબ્રેશન ઝોન – સિંગલ પાસ સેલિબ્રેશન ઝોન – ગ્રુપ બુકિંગ પ્રીમિયમ ઝોન – સિંગલ પાસ પ્રીમિયમ ઝોન – ગ્રુપ બુકિંગ
ત્રીજાથી પાંચમું નોરતું  રુ. 100 રુ.300 – રુ.600 રુ. 200 રુ. 600 – રુ. 1,200
છઠ્ઠાથી નવમા નોરતું રુ. 250 રુ. 750 – રુ.1,500 રુ.500 રુ.1,500 – રુ.3,000

વાઇબ્રન્ટ નવરાત્રી 2026 સિંગર લિસ્ટ

આ વર્ષે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પોતાના અવાજથી ખેલૈયાઓને ઝુમાવશે:

  • 11 ઓક્ટોબર: અઘોરી મ્યુઝિક
  • 12 ઓક્ટોબર: શિવમ બારોટ
  • 13 ઓક્ટોબર: પ્રહર વોરા
  • 14 ઓક્ટોબર: બ્રિજરાજ ગઢવી
  • 15 ઓક્ટોબર: ઋષભ આહિર
  • 16 ઓક્ટોબર: યશ બારોટ
  • 17 ઓક્ટોબર: હિરલ બ્રહ્મભટ્ટ
  • 18 ઓક્ટોબર: અમિતા પટેલ
  • 19 ઓક્ટોબર: ઓસ્માણ મીર