'કાન્તા, મને માફ કરજે..'- કપરાડામાં કામના અતિશય ભારણથી કંટાળી શાળાના આચાર્યનો આપઘાત, સ્યુસાઈડ નોટ લખીને ગળેફાંસો ખાધો

વલસાડના કપરાડા તાલુકાની નિલોશી પ્રાથમિક શાળાના આચાર્યએ કામના અતિશય ભારણ અને ઓનલાઈન કામગીરીના તણાવથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમણે તણાવનું કારણ સ્પષ્ટ કર્યું હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Oct 2026 07:54 PM (IST)Updated: Tue, 06 Oct 2026 07:54 PM (IST)
valsad-news-kaprada-school-principal-commits-suicide-over-work-pressure-suicide-note-found

Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ કામના અતિશય ભારણથી કંટાળીને ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા આચાર્યએ પત્નીને ઉદ્દેશીને સ્યુસાઈડ નોટ લખી છે, જે પોલીસે કબજે કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શંકર જાદવ (53) નિલોશી પ્રાથમિક શાળામાં 28 વર્ષથી નોકરી કરતા હતા. આજે સવારે સાડા 8 કલાકે તેમણે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન મૃતકની સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે ઓનલાઈન કામગીરીના તણાવથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. શંકર જાદવે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે,

ઑનલાઈન વધુ પડતી કામગીરીથી સતત તણાવમાં રહીને દિવસો પસાર કરવું સહન ના થતાં મેં આવું કર્યું. સતત માનસિક તણાવ કેટલો સહન કરવો? એટલે મેં નિર્ણય કર્યો છે, એમાં કોઈનો વાક નથી. કાન્તા બાળકો જ્યાં ભણે છે, ત્યાં જ તેમને ભણાવજે.