VIDEO: વડોદરા રેલવે સ્ટેશન પરથી 20 કિલો ચાંદી અને રોકડ સાથે રાજકોટનો મુસાફર ઝડપાયો, રૂ.50.98 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા રેલવે પોલીસે સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસમાંથી રાજકોટના એક મુસાફર પાસેથી 20 કિલોથી વધુ ચાંદી અને રૂ. 3.40 લાખ રોકડ જપ્ત કરી છે. આશરે રૂ. 50.98 લાખનો મુદ્દામાલ છત્તીસગઢથી રાજકોટ લઈ જવાઈ રહ્યો હતો, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 07 Oct 2026 05:38 PM (IST)Updated: Wed, 07 Oct 2026 05:38 PM (IST)
vadodara-railway-station-seizure-20-kg-silver-and-cash-worth-rs-5098-lakh-seized-from-rajkot-passenger


Vadodara: આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે વડોદરા રેલવે પોલીસ દ્વારા સ્ટેશન પરિસરમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સઘન તલાશી દરમિયાન રેલવે પોલીસને એક મોટી સફળતા સાંપડી છે.

પોલીસે સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજકોટના એક મુસાફરને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની પાસેથી 20 કિલોથી વધુ ચાંદી તથા લાખો રૂપિયાની અઘોષિત રોકડ રકમ જપ્ત કરી છે.

Surat Navratri 2026: ફાયર વિભાગની 30 કડક શરતો વચ્ચે કોમર્શિયલ ગરબાના આયોજકોની ઉદાસિનતા, NOC માટે હજુ સુધી માત્ર બે જ અરજી મળી

સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસમાં બેઠેલા મુસાફરની બેગ તપાસતા ચાંદીના ચોરસા મળ્યા

રેલવે સ્ટેશન પર પોલીસ પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરી રહી હતી, ત્યારે સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર રાજકોટના એક શખ્સની શંકાસ્પદ હિલચાલ પર પોલીસની નજર પડી હતી. શંકા જતાં પોલીસે તેની પાસે રહેલી બેગની તલાશી લેતાં તેમાંથી 72 નંગ ચોરસા સહિતના ચાંદીના વિવિધ દાગીના મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા આ દાગીનાનું વજન કરાવતાં તે 20 કિલો 200 ગ્રામ જેટલું થયું હતું. આ ઉપરાંત તેની બેગમાંથી રૂ. 3.40 લાખની રોકડ પણ મળી આવી હતી. આમ રેલવે પોલીસે ચાંદી અને રોકડ મિલાવીને કુલ રૂ. 50.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગે વડોદરા રેલવે PI જે.એસ. મહીડાએ જણાવ્યું કે, ઝડપાયેલા શંકાસ્પદ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ ચાંદી અને રોકડનો જથ્થો છત્તીસગઢના રાયપુર નજીક આવેલા છપા ગામના એક જ્વેલર્સ પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો.

આટલી મોટી માત્રામાં કિંમતી કીમતી ચાંદીનો જથ્થો પકડાતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મુસાફર પાસે આ સોના-ચાંદીના જથ્થાના ખરીદ-વેચાણ અંગેના કાયદેસરના બિલો અથવા GST સંબંધિત યોગ્ય દસ્તાવેજો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ઉપરાંત રાજકોટમાં આ કિંમતી જથ્થો ચોક્કસ કોને સોંપવાનો હતો તે અંગે પણ રેલવે પોલીસ દ્વારા આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.