Vadodara News: ડભોઇ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોનું શરમજનક કૃત્ય સામે આવ્યું, વિદ્યાર્થીઓ પાસે કરાવતા હતા આવું કામ

આ ઘટના શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી બતાવે છે. શાળા બાળકો માટે જ્ઞાનનું મંદિર હોવું જોઈએ, વ્યસન પ્રોત્સાહિત કરવાની જગ્યા નહીં. સમાજ અને તંત્ર માટે આ ઘટના ચેતવણીરૂપ છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 03 Sep 2025 12:17 PM (IST)Updated: Wed 03 Sep 2025 12:17 PM (IST)
vadodara-news-teachers-demand-gurkhas-from-students-in-dabhoi-school-596524

Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા શિનોર રોડ નંબર-2 વસાહતમાં આવેલી ગુજરાતી પ્રાથમિક શાળામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. ધોરણ 1 થી 5 સુધીના કુલ 21 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં બે શિક્ષકો કાર્યરત છે. પરંતુ શિક્ષણ આપવા બદલે શિક્ષકો બાળકો પાસે તમાકુ અને ગુટખા મંગાવતા હોવાનો આરોપ સામે આવ્યો છે.

વિદ્યાર્થીઓ પાસે ગુડખા મંગાવતા હતા

વ્યસનમુક્તિ માટે સરકાર અભિયાન ચલાવે છે ત્યારે શાળા જેવી સંસ્થા દ્વારા આવા કૃત્યો થવું ચિંતાજનક છે. બાળકોને શિક્ષણ આપવાના બદલે તેમને તમાકુ લાવવા મોકલવું માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ તેમના માનસિક અને શારીરિક આરોગ્ય માટે ખતરનાક છે. અંદાજે 300 મીટર દૂર આવેલા દુકાન પરથી ગુટખા મંગાવવામાં આવતા હતા, જે ડભોઇ-રાજપીપળા મુખ્ય માર્ગ પર આવેલી છે. નાના કુમળા બાળકો રસ્તા પર જવા મજબૂર થવાથી અકસ્માતનો ભય પણ રહે છે. જો કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોણ લેશે?

શિક્ષકોની બેદરકારી સામે આવી

મળતી માહિતી મુજબ જીતુભાઈ નામના શિક્ષક પર ગુટખા મંગાવવાનો આક્ષેપ થયો છે. શાળાના આચાર્યને પ્રશ્ન કરતા તેઓ સંજોગોને સ્પષ્ટ કરવાને બદલે ઉશ્કેરાયેલા જોવા મળ્યા. શૈક્ષણિક તંત્રની બેદરકારી પણ આ ઘટનામાં સ્પષ્ટ થઈ રહી છે. આ ઘટના શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી બતાવે છે. શાળા બાળકો માટે જ્ઞાનનું મંદિર હોવું જોઈએ, વ્યસન પ્રોત્સાહિત કરવાની જગ્યા નહીં. સમાજ અને તંત્ર માટે આ ઘટના ચેતવણીરૂપ છે. તરત જ કાર્યવાહી જરૂરી છે, નહીં તો આવનારી પેઢી પર ખતરનાક અસર પડશે.