વડોદરામાં ભેદી સંજોગોમાં ધો.12ના વિદ્યાર્થીનો આપઘાત, સાડીનો ફંદો બનાવી ફાંસો ખાઈ લીધો

વહેલી સવારે પરિવારજનો ઉઠ્યા ત્યારે પંખા પર સાડી વડે જીગ્નેશને લટકતો જોઈને સ્તબ્ધ થઈ ગયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 27 Nov 2025 05:09 PM (IST)Updated: Thu, 27 Nov 2025 05:09 PM (IST)
vadodara-news-std-12th-student-commit-suicide-by-hang-him-self
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • રાતે સગીર ઘરે આવ્યો, ત્યારે તેનું વર્તન એકદમ સામાન્ય હતુ
  • પોલીસે મૃતકનો મોબાઈલ FSLમાં મોકલી આપ્યો

Vadodara: વડોદરા શહેરમાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તણાવ તેમજ વ્યક્તિગત સમસ્યાઓના કારણે લોકો અંતિમ પગલું ભરી રહ્યા છે. આપઘાતના બનાવો અટકાવવા માટે સમાજસેવકો અને મનોચિકિત્સકો જાગૃતિ અભિયાનો કરતા રહે છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એવામાં વડોદરા શહેરમાં વધુ એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સિટી વિસ્તારની વેદમાતા ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતો જીગ્નેશ ગોવિંદ વણઝારા (17) ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રાતના સમયે જીગ્નેશ બહાર જઈને ઘરે પરત ફર્યો હતો, ત્યારે તેનું વર્તન એકદમ સામાન્ય હતુ. જો કે વહેલી સવારે સગીરે પંખા પર સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલ સિટી પોલીસની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મૃતક સગીરનો મોબાઈલ કબજે કર્યો છે. હાલ મોબાઈલને FSLમાં મોકલવામાં આવે, જેથી આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાય.