Rajkot: ખોડિયારનગરમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ, દેરાણી-જેઠાણીએ પતિને ખોટા કેસમાં ફિટ કર્યાના આક્ષેપ સાથે ફિનાઈલ પીધું

પતિને ફેસબુક મારફતે રેલનગરમાં રહેતી મીતલબા નામની પરિણીતાએ પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જેણે જેઠાણી સાથે મળીને પતિની કાર વેચાવી પૈસા પડાવી લીધા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 27 Nov 2025 04:47 PM (IST)Updated: Thu, 27 Nov 2025 04:47 PM (IST)
rajkot-news-married-woman-attampt-suicide-by-consume-phenyle-at-khodiyarnagar
HIGHLIGHTS
  • 26 વર્ષીય પરિણીતાએ પોતાના પીયરમાં આવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
  • પરિણીતાની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી

Rajkot: શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી દેરાણી-જેઠાણીએ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા યુવકને ફસાવી ખોટા કેસમા ફીટ કર્યાનાં આક્ષેપ સાથે ખોડીયાર નગરમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર પરણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરમાં સાસરી ધરાવતી દક્ષાબા બલભદ્રસિંહ સરવૈયા નામની 26 વર્ષની પરણીતા ગોંડલ રોડ પર આવેલા ખોડીયાર નગરમાં પોતાનાં પિયરમા હતી, ત્યારે સાંજનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામા ફીનાઇલ પી લીધુ હતુ. દક્ષાબાની તબિયત લથડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.

આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરતા માલવીયા નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં દક્ષાબા સરવૈયાએ જણાવ્યુ હતુ કે, તેમનાં આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે. પતિ બલભદ્રસિંહ ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા, ત્યારે રેલનગરમા રહેતી મીતલબા નામની પરણીતા ફેસબુક મારફતે સંપર્કમાં આવી હતી. જેણે પતિ બલભદ્રસિંહને પ્રેમજાળમાં ફસાવી તેની જેઠાણી સાથે મળી બલભદ્રસિંહને ફસાવ્યો હતો.

દેરાણી-જેઠાણીએ બલભદ્રસિંહ ચુડાસમાને આઠ જેટલી કાર વેચાવી રૂપિયા પડાવી લીધા હતા. દેરાણી-જેઠાણીએ તેની નણંદનાં ઘરેણા ગીરવે મૂકવા આપ્યા હતા . તે ઘરેણા પડાવી લીધાની ફરીયાદ નોંધાવી ખોટા કેસમા ફીટ કરતા ફીનાઇલ પી લીધુ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.