Vadodara: શહેરની મકરપુરા પોલીસની ટીમે અમદાવાદ-સુરત નેશનલ હાઈવે નં-8 પર ચાલતા અનૈતિક દેહવ્યાપારના ગોરખધંધાનો ભાંડો ફોડી 13 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યાંથી પોલીસે બહારથી લાવવામાં આવેલી પાંચ મહિલાઓને મુક્ત કરાવી જરૂરી કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સેકન્ડ પો.ઇન્સ. જી.ડી. રાજપૂત અને ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે જામ્બુઆ-કપુરાઈ વચ્ચેની દાવત હોટલ સામે ખુલ્લી જગ્યામાં ઝૂંપડાં બનાવી મહિલાઓ મારફતે અનૈતિક દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.
આ બાતમી આધારે મહિલા પોલીસ અને પંચોની હાજરીમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં એક મહિલા સંચાલક મંજુરાબીબી આમીન અલી સહિત કુલ 12 પુરુષ ગ્રાહકોને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા.
હાલ તો આરોપીઓ સામે અનૈતિક વ્યાપાર અટકાવવાનો અધિનિયમ-1956 હેઠળ કલમ 4, 5, 6 અને 7 મુજબ ગુનો નોધાયો છે.તેમજ 5 કોન્ડમ પેકેટ, એક મોબાઇલ ફોન તથા રૂ. 2800 રોકડ સહિત કુલ રૂ. 12,985નો સામાન જપ્ત કરાયો છે.
