Vadodara: સેન્ટ્રલ એસ.ટી. ડેપોના ગેસ્ટ હાઉસમાંથી રિવોલ્વર અને કારતૂસ મળ્યા, પોલીસ ભાળી આરોપી ચેકઆઉટ કરી ફરાર

આજથી ત્રણેક દિવસ પૂર્વે મકરપુરામાં સ્કૂલમાં ભણતા બાળકો વચ્ચે થયેલી માથાકૂટને પગલે થયેલી જૂથ અથડામણ કેસમાં પોલીસે 7 જણાને ઝડપ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Nov 2025 10:07 PM (IST)Updated: Sat, 29 Nov 2025 10:07 PM (IST)
vadodara-news-police-seized-revolver-and-cartridge-form-guest-house-at-central-st-bus-stand
HIGHLIGHTS
  • મૂળ ઈડરનો કિરીટ પટેલ ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો
  • કિરીટ પટેલનો ગુનાહિત ઈતિહાસ, ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા

Vadodara: વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવેલા ‘ઇન એન્ડ આઉટ ડોડર્મેટરી’ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા શખ્સની બેગમાંથી રિવોલ્વર મળી આવતાં શહેરમાં હલચલ મચી ગઈ છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન ગેસ્ટ હાઉસના પલંગ નીચે રાખેલી બેગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, રૂ. 26 હજાર રોકડ અને એક મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસની હાજરીની જાણ થતાં જ રૂમમાં રોકાયેલો કિરીટ પટેલ (રહે. ઉમેદપુર, ઈડર) નામનો વ્યક્તિ ચેક આઉટ કરી ભાગી છૂટ્યો હતો.

પ્રાથમિક તપાસમાં કિરીટ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. રૂ.75 લાખના ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા પણ થઈ ચૂકી છે. આ સિવાય અમદાવાદમાં પણ કિરીટ વિરુદ્ધ ગુના નોંધાયા છે. હાલ તો સયાજી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કિરીટ પટેલની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મકરપુરામાં 3 દિવસ પૂર્વે થયેલી જૂથ અથડામણમાં 7ની ધરપકડ
ગત 26 નવેમ્બરના રોજ મકરપુરા વિસ્તારની જશોદા કોલોનીમાં રાતના સાડા 8 વાગ્યાના અરસામાં નાના બાળકો વચ્ચે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથો મારામારી થઈ હતી. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં સામ-સામે ફરિયાદ નોંધાઈ હતી.

naidunia_image

જેના અનુસંધાને પોલીસે કૃણાલ વિજયભાઈ પરમાર (એ-49, હરિનગર, તરસાલી), રાજ મનોજભાઈ સોલંકી (ઈ-302 કુબેર લાઇફ સ્ટાઇલ, ધનિયાવી રોડ, તરસાલી), સુખદેવસિંગ રૂપસિંગ મેહરા (આદર્શ નગર, ધનિયાવી રોડ, તરસાલી), નિરજ સબરજીત યાદવ (જશોદા કોલોની, મકરપુરા ગામ), સાહિદ એશાનઅલી સૈયદ તથા સાહિલ જુમનઅલી સૈયદ (બન્ને જયરામનગર, મકરપુરા), અને ઉમેષ ઉર્ફે બિટ્ટુ સબરજીત યાદવ (જશોદા કોલોની, મકરપુરા ગામ)ની ધરપકડ કરી છે.