Vadodara: ભારતીય સૈન્યના સિપાહીને ચાર શખ્સો દ્વારા પેટ્રોલ છાંટી હત્યા કરવાનો પ્રયાસ, આરોપીઓએ પથ્થર પણ વરસાવ્યા

આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવતા હુમલાખોરો નાસી છુટ્યા હતા. આ મામલે 4 શખ્સો વિરુદ્ધ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 08 Feb 2025 12:29 PM (IST)Updated: Sat 08 Feb 2025 12:29 PM (IST)
vadodara-news-four-men-attempted-to-kill-an-indian-army-soldier-by-sprinkling-petrol-the-accused-also-pelted-stones-472291

Vadodara News: ભારતીય સૈન્યના સૈનિક પર પેટ્રોલ નાખી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ છે. આગથી બચવા સૈનિક ઘરની બહાર નીકળવા જતા શખ્સોએ તેમના પથ્થર પણ વરસાવ્યા હતાં. જોકે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવતા હુમલાખોરો નાસી છુટ્યા હતા. આ મામલે 4 શખ્સો વિરુદ્ધ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આવી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ભાદરવા પોલીસ સ્ટેશનમાં કમલેશ પરમારે ફરિયાદ નોંધાવી છે. કમલેશ છેલ્લા 14 વર્ષથી ભારતીય સૈન્યમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે. તેઓનું પોસ્ટીંગ હાલ હિમાચલના કસૌલી ખાતે છે. ગત તારીખ 7, જાન્યુઆરીના રોજ સૈનિક કમલેશ રજા હોવાથી ઘરે આવ્યા હતા.

આ દરમિયાન તેમના બનેવી ભાવેશભાઇ સોલંકીએ તેમના મિત્ર અંકીતસિંહ મહિડાનું રેકોર્ડિંગ સંભળાવ્યું હતું. જેમાં કમલેશ સૈનિક પોતે રજા પર આવે ત્યારે મારવાનું કહેતા હતા. ત્યારથી અંકિતભાઇ મને શા માટે મારવો છે તે બાબતે પુછવા માટે તેઓ શોધી રહ્યા હતા. તેવામાં રેકોર્ડિંગ સાંભળ્યા બાદ સિપાહી કમલેશભાઈએ અંકિતસિંહને ફોન કરી કહ્યું કે હું મારા ઘરે તમે મને મળવા આવો. બાદમાં સાંજના સમયે કમલેશભાઈના બનેવી ઘરે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે અંકિતસિંહનો ફોન આવ્યો તેમણે તમારા ઘરે બોલાવ્યા છે. ત્યાર બાદ અંકિતસિંહ અમિત સાથે અન્ય ઈસમો ઘરની સામે આવી પહોંચ્યા બાદ બંને વચ્ચે ઘર્ષણ થયું જેમાં અંકિતસિંહને ઈજા પહોંચી જેથી તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા.

આ બનાવની જાણ થતાં અંકિતસિંહના પરિવારજનો વિજયસિંહ હાથમાં ધારીયું લઇ તથા ધનરાજસિંહ, કિશનસિંહ, અમિતસિંહ કમલેશને મારવા માટે આવી પહોંચ્યા હતા. જેથી સિપાહી કમલેશ પાડોશીના મકાનમાં સંતાઇ જતા મારવા આવેલા ઈસમોએ મકાનની જાળીનો નકુચો તોડ્યો અને ઉપરનો ભાગ પણ તોડીને મકાનમાં અંદર પેટ્રોલ નાખી આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ભાવેશ નામનો વ્યક્તિ દાઝી ગયો હતો. સળગી જવાની બીકના કારણે કમલેશે મકાનની બહાર નીકળવા પ્રયાસ કર્યો તો બહાર હાજર ઈસમોએ તેઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. પથ્થરો વાગતા કમલેશ સિપાહી ઇજાગ્રસ્ત થયા હતા. તેવામાં પોલીસ કાફલો આવી પહોંચતા આવી ઈસમો ભાગી ગયા હતા. ત્યારે, આ ઘટનામાં વિજયસિંહ , ધનરાજસિંહ , કિશનસિંહ , તથા અમિતસિંહ જે તમામ રહેવાસી રણજીતનગર, સાવલી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.