LIVE BLOG

Gujarat News Today Live:  સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ : 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 07 Sep 2025 06:40 AM (IST)Updated: Sun 07 Sep 2025 02:38 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-07-september-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-598707

Gujarat News Today Live:  રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે 20 ડેમ એલર્ટ ઉપર તથા 14 ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના 203 જળાશયોમાં હાલ 46,7920 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 83.87 ટકા જેટલો છે.

7-Sep-2025, 02:38:27 PM206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે 20 ડેમ એલર્ટ ઉપર તથા 14 ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના 203 જળાશયોમાં હાલ 46,7920 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 83.87 ટકા જેટલો છે.

7-Sep-2025, 10:58:15 AMકચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે

હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે એક મોનસુન વેધર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ ચેતાવણી છે. આ નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી, સુરત, તાપી, ડાંગ, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આનંદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

7-Sep-2025, 09:44:44 AMબોપલમાં સરસ્વતી હોસ્પિટલ પાસે પાર્કિંગની દિવાલ ધરાશાયી

અમદાવાદ ગઇકાલ રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોપલમાં સરસ્વતી હોસ્પિટલ પાસે કંસ્ટ્ર્ક્શન સાઇટનું કામ ચાલી રહ્યું છે ત્યાં દિવાલ ધરાશાયી થઇ હોવાના અહેવાલ છે. દિવાલ ધરાશયી થતાં ત્રણ ગાડી નીચે ઉતરી ગઇ હતી.

7-Sep-2025, 08:30:12 AMસાબરમતી નદીમાં ફસાયેલા 8 વ્યક્તિઓનું SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 વ્યક્તિઓનું SDRFની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. દાંતા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ SDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું. SDRFના જવાનોની બહાદુરી ભરી કામગીરીથી તમામ 8 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. વરસાદને પગલે બનાસકાંઠા વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ના જવા અનુરોધ કર્યો છે.

7-Sep-2025, 07:35:58 AMબનાસકાંઠા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આજે સવારે 7 વાગ્યે જારી કરવામાં આવેલા મોનસૂન વેધન નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

7-Sep-2025, 06:40:39 AMઅમદાવાદમાં મોડી રાતથી એકધારો વરસાદ

ગઈકાલ સાંજથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરજના હેઠવાસમાં હાલમાં 34 ક્યુરસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. જે અર્થે હાલમાં વાસણા બેરજના કુલ-27 ગેટ ખોલવામાં આવેલ છે. જેથી આ અંગે સબંધીત જવાબદાર સત્તાધિકારીશ્રીઓને સાવધ રહેવા અને પૂરની સભંવિત અસરથી ગ્રસ્ત થનાર તમામ ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.