Vadodara: 5 પોલીસ મથકમાંથી ઝડપાયેલા રૂ. 33.44 લાખના વિદેશી શરાબના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

છેલ્લા 1-2 વર્ષમાં પાણીગેટ, વાડી, કપુરાઇ, મકરપુરા સહિત માંજલપુર પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો અધિકારીઓની હાજરીમાં નિકાલ કરાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Feb 2025 05:50 PM (IST)Updated: Fri, 21 Feb 2025 05:50 PM (IST)
vadodara-news-bulldozer-turned-over-15-thousand-liquor-bottles
HIGHLIGHTS
  • 15 હજારથી વધુ દારૂની બોટલોનો ચિખોદરા ખાતે નાશ કરાયો

Vadodara: વડોદરા પોલીસ દ્વારા નવા વર્ષે પણ પ્રોહીબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઝોન 3ના શહેરના પાંચ પોલીસ મથકમાં પકડાયેલી આશરે 15 હજારથી વધુ દારૂની બોટલો પર સરકારી બુલડોઝર ફેરવી દેવાયું હતું.

વડોદરા શહેર પોલીસ દ્વારા તરસાલી ખાતે આવેલા ચિખોદરા ગામે 5 પોલીસ મથકોમાં ઝડપાયેલા પ્રોહીબીશનના આશરે 33.44 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં વિદેશી શરાબની બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કાર્યવાહી દરમિયાન સમયે પાંચ પોલીસ મથકના પીઆઈ,એસીપી, એસડીએમ સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા. કેટલોક મુદ્દામાલ જુનો હોવાથી તેની મંજુરી મળ્યા બાદ તેને નિકાલ અર્થે લાવવામાં આવ્યો.

ડીસીપી અભિષેક ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝોન 3 અંતર્ગત આવતા પાણીગેટ, વાડી, કપુરાઇ, મકરપુરા સહિત માંજલપુર પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 2 ડિવિઝન ઈ અને એફ ના એસીપી તથા એસડીએમ હાજર રહ્યા હતા. આ કાર્યવાહીમાં 115 જેટલા વિવિધ ગુનામાં પકડવામાં આવેલ 15 હજારથી પણ વધુ શરાબની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. જે મુદ્દામાલની આશરે રૂ. 33.44 લાખ કિંમત થાય છે. નાશ કરાયેલ મુદ્દામાલમાં જથ્થામાં 1-2 વર્ષ જૂનો પણ મુદ્દામાલ હતો. જેમાં કેટલાક પોલીસ મથકમાં કોર્ટમાંથી મંજૂરી મળતા આજે તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો.