Vadodara: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો પ્રદર્શન શો, દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે બપોરે 12 કલાકે ઉડાન ભરશે

આ ટીમે 2025ના વર્ષનો પ્રારંભ ગુજરાતના પ્રવાસ સાથે કરવા તૈયારી કરી છે. આજ રોજ 22 જાન્યુઆરીના દિવસે વડોદરામાં નગરજનોને મંત્રમુગ્ધ કરી દેશે તેવું હવાઈ (એરોબેટિક) પ્રદર્શન કરશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 22 Jan 2025 11:26 AM (IST)Updated: Wed 22 Jan 2025 11:26 AM (IST)
vadodara-indian-air-forces-suryakiran-aerobatic-team-will-perform-a-performance-show-at-darjipura-air-force-station-at-12-noon-463267

Vadodara News: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ જે SKAT તરીકે પણ ઓળખાય છે. આ ટીમે 2025ના વર્ષનો પ્રારંભ ગુજરાતના પ્રવાસ સાથે કરવા તૈયારી કરી છે. આજ રોજ 22 જાન્યુઆરીના દિવસે વડોદરામાં નગરજનોને મંત્રમુગ્ધ કરી દેશે તેવું હવાઈ (એરોબેટિક) પ્રદર્શન કરશે.

વર્ષ 1996માં SKATની સ્થાપના કરાઈ હતી. આ ટીમ એકમાત્ર એશિયાની નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું બિરૂદ ધરાવે છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી પણ એક ગણાય આવે છે. આ ટીમે ભારત, ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં 700થી વધુ પ્રદર્શનો કર્યાં તેમજ આ ટીમ તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા માર્ગદર્શિત છે. જેનો અર્થ હંમેશા શ્રેષ્ઠ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે. સૂર્યકિરણ ટીમમાં 9 હોક Mk132 વિમાનો સામેલ કરાયા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.

ગ્રૂપ કેપ્ટન અજય દસરથી અને ડેપ્યૂટી લીડર ગ્રૂપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાઇલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવવા માટે સઘન તાલીમ મેળવી અને તેમનું કૌશલ્ય અને દોષરહિત સંકલન નજીકના ફોર્મેશન ફ્લાઇંગનો પાયો તૈયાર કરે છે. તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરે છે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર, એડમિનિસ્ટ્રેટર અને સ્ક્વૉડ્રન લીડર સુદર્શન ટીમના ડો. છે.

સંસ્કારી નગરી વડોદરા ખાતે આયોજિત આ એર શો પછી 25-26 જાન્યુઆરી દરમિયાન જામનગર, તારીખ 29ના રોજ નલિયા અને તારીખ 31થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે. શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. તેઓ લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે.