Gujarat News Today Live: વર્ષોથી રાજ્યના શહેરી વિસ્તારોમાં જમીન રેકોર્ડની જટિલતા અને તેના વ્યવસ્થાપનમાં પડતી મુશ્કેલીઓ નાગરિકો અને વહીવટીતંત્ર બંને માટે એક પડકાર રહી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ અને રેકોર્ડને આધુનિક બનાવવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકારે મહેસુલ વિભાગના વડાની આગેવાની હેઠળ એક દસ સભ્યોની રાજ્ય સ્તરીય સમિતિની રચના કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સમિતિ શહેરી જમીન રેકોર્ડ તૈયાર કરવા અને તેને સુધારવા માટે કાર્ય કરશે.

વર્ષોથી રાજ્યના શહેરી વિસ્તારોમાં જમીન રેકોર્ડની જટિલતા અને તેના વ્યવસ્થાપનમાં પડતી મુશ્કેલીઓ નાગરિકો અને વહીવટીતંત્ર બંને માટે એક પડકાર રહી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ અને રેકોર્ડને આધુનિક બનાવવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકારે મહેસુલ વિભાગના વડાની આગેવાની હેઠળ એક દસ સભ્યોની રાજ્ય સ્તરીય સમિતિની રચના કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સમિતિ શહેરી જમીન રેકોર્ડ તૈયાર કરવા અને તેને સુધારવા માટે કાર્ય કરશે.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 જેટલા ગણપતિના પંડાલમાં ચોરીની ઘટના બની છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહકોહ્યા છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિધરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ માં થયેલ ચોરીઓ ના બનાવ ના બન્ને આરોપી આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી, સોહિલ સાંઈ દંતાણીનેને ચોરીમાં મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.
આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામમાં 8 મિ.મી., ગરૂડેશ્વરમાં 4 મિ.મી., આહવામાં 4 મિ.મી., સુબીરમાં 4 મિ.મી. વરસાદ વરસ્યો છે.
છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદનો જોર ઘટ્યું છે. ગઈકાલે રાજ્યના છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગત 24 કલાકમાં રાજ્યના 20 તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 13 મિ.મી. સુબીરમાં અને 11 મિ.મી. વાલિયામા નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.