Vadodara: પાદરામાં નીકળેલાં જુલૂસમાં વિધર્મીઓએ હિંદૂઓની ધાર્મિક લાગણી દુભાય એવા અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરતા મામલો ગરમાયો, બંને કોમના ટોળાં સામ સામે આવતા અફરા-તફરી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 30 Sep 2023 09:27 AM (IST)Updated: Sat, 30 Sep 2023 09:27 AM (IST)
vadodara-in-padra-the-procession-turned-into-a-riot-with-miscreants-chanting-obscenities-against-the-religious-sentiments-of-hindus-facing-mobs-from-both-communities

વડોદરાના પાદરામાં ગત મોડી રાત્રીના મુસ્લિમ સમાજ દ્વારા મહંમદ પયગમ્બરના જન્મદિવસ નિમિત્તે જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન પાદરાના અંબાજી તળાવ ખાતે કેટલાક યુવાકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરતા હતા. તે સમયે જુલૂસમાં સામેલ કેટલાક વિધર્મી યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતા મામલો ગરમાયો હતો. આ પછી બંને કોમના ટોળાં સામસામે આવી જતાં કોમી છમકલું સર્જાયું હતું.

મુસ્લિમ સમાજ દ્વારા મહંમદ પયગમ્બરના જન્મદિવસ નિમિત્તે કાઢવામાં આવેલ જુલૂસમાં કેટલાક વિધર્મી યુવકો દ્ધારા મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરતા હિન્દૂ યુવકોને જોઈ ઉશ્કેરની જનક તેમજ ધાર્મિક લાગણી દુભાઈ તેવા શબ્દોનો પ્રયોગ કરી ધમકી આપતા મામલો બીચકયો હતો. આ પછી પરિસ્થિતિ તંગ બની હતી.

બનાવ સંદર્ભે હિન્દૂ સંગઠનો સાથે મોટી સંખ્યામાં લોકો પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા. હોબાળો મચાવી ''જય શ્રી રામ''ના નારા સાથે દોષિતોને કડક સજાની કરવાની માગ કરી હતી. જોકે પરિસ્થિતિ તંગ બનતા જિલ્લા પોલિસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત જિલ્લા ગ્રામ્ય LCB અને SOG પોલીસનો કાફલો પણ પાદરા પોલીસ મથકે ખાતે દોડી આવ્યો હતો. આ ઘટના સંદર્ભે પાદરા પોલીસે 13 લોકો વિરુદ્ધ નામ જોગ અને 40ના ટોળાં વિરુદ્ધ રાયોટીંગ અને ચેનની લૂંટની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી 22 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કર્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.