Vadodara: આજથી 15 વર્ષ અગાઉ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગળું દબાવીને પત્ની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતના વડોદરાથી ઝડપી પાડ્યો છે. ફરાર થતાં પહેલા પતિએ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે નકલી સ્યુસાઈડ નોટ લખીને પોલીસે ગેરમાર્ગે દોરી હતી.
શું છે સમગ્ર મામલો?
ગત 31 મે, 2010ના રોજ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. જેથી આસપાસના લોકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘરનો દરવાજો તોડી અંદર જોતા એક મહિલાનો કોહવાયેલી લાશ મળી આવી હતી.
આ પણ વાંચો
આ સાથે જ મૃતદેહ પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ મામલે તપાસ કરી રહેલી પોલીસને મૃતકના પતિ નરોત્તમ પ્રસાદ ઉપર શંકા ઉપજી હતી, કારણ કે પત્નીની લાશ મળી ત્યારથી તે ફરાર થઈ ગયો હતો. રાજસ્થાનના સીકર જિલ્લામાં રહેતા નરોત્તમ પ્રસાદને સ્થાનિક કોર્ટે ફરાર જાહેર કર્યો હતો. આ સાથે જ તેની ધરપકડ પર 10 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતુ.
ગત 4 નવેમ્બરના રોજ સબ ઈન્સ્પેક્ટર જયકુમારને આરોપી નરોત્તમ પ્રસાદ ગુજરાતના વડોદરામાં છૂપાયો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એટ ટીમને વડોદરા મોકલવામાં આવી હતી. આ ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી નરોત્તમ પ્રસાદને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, લગ્નના થોડા સમય બાદ બન્ને વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા હતા. આથી કંટાળીને પોતો પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એક નકલી સ્યુસાઈડ નોટ લખીને લાશની બાજુમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.
