Entertainment News: રવિના ટંડન (Raveena Tandon) અને અક્ષય કુમાર (Akshay Kumar) 90ના દાયકાના સૌથી ચર્ચિત કપલ્સ પૈકી એક હતા. તે સમયે સોશિયલ મીડિયાનો અભાવ હોવા છતાં , તેમના અફેરની ખૂબ જ ચર્ચા થતી હતી. જ્યારે સેલિબ્રિટીઓ તેમના સંબંધોને લાઇમલાઇટથી દૂર રાખતા હતા, ત્યારે રવિના અને અક્ષયનો સંબંધ કોઈનાથી છૂપો નહતો.
આટલું જ નહીં, રવિના ટંડન અને અક્ષય કુમારની સગાઈ થઈ ગઈ હતી અને તેઓ લગ્ન પણ કરવાના હતા. જો કે પાછળથી સગપણ તૂટી ગયુ હતુ. હાલ ભલે બન્ને પોતાના જીવનમાં આગળ વધી ગયા હોય, પરંતુ તેમની સગાઈ અને સબંધની ચર્ચા હજુ પણ થતી રહે છે. એવામાં બૉલિવૂડની મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડને અક્ષયકુમાર સાથે પોતાની સગાઈ તૂટવા અંગે મૌન તોડ્યું છે.
થોડા સમય પહેલા ANI સાથેની વાતચીતમાં રવિના ટંડનને પૂછવામાં આવ્યું કે, તમારી અને અક્ષયની સગાઈને બે દાયકા કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતા આજે પણ લોકો તમારા બન્નેની સગાઈ વિશે સર્ચ કરતાં રહે છે.
જેના જવાબમાં રવિના ટંડને જણાવ્યું કે, હું તે ભૂલી ગઈ. મને લાગે છે કે, મોહરા ફિલ્મ દરમિયાન અમારી જોડી ખૂબ જ હીટ રહી હતી. આજે પણ જ્યારે અમે મળીએ ત્યારે વાત કરીએ છીએ.
આજે કોલેજમાં યુવતીઓ દર અઠવાડિયે પોતાના બૉયફ્રેન્ડ બદલી રહી છે. જ્યારે એક સગાઈ તૂટી ગઈ હતી, તે વાત આજે પણ મારા મગજમાં અટવાયેલી છે. હું નથી જાણતી કેમ? ઘણાં લોકોના ડિવોર્સ થઈ જાય પછી તેઓ પોતાની જિંદગીમાં આગળ વધી જાય છે.એમાં કંઈ મોટી વાત નથી.
આ જ ઇન્ટરવ્યુમાં, જ્યારે રવિના ટંડનને એવા અહેવાલો વિશે પૂછવામાં આવ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અક્ષય ફક્ત તેના જેવી દેખાતી છોકરીઓને જ ડેટ કરતો હતો. જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું ,હું તેના વિશે કંઈ લખેલું વાંચતી નથી કારણ કે હું મારું બ્લડ પ્રેશર બિનજરૂરી રીતે કેમ વધારું?
