Srinivasa Mangapuram:રવિના ટંડનની દીકરી રાશા થડાનીનું તેલુગુ ડેબ્યૂ, મહેશ બાબુના ભત્રીજા સાથે કરશે રોમાન્સ; જુઓ VIDEO

રવીના ટંડનની દીકરી રાશા થડાની મહેશ બાબુના ભત્રીજા જય કૃષ્ણા ઘટ્ટામનેની સાથે તેલુગુ ફિલ્મ 'શ્રીનિવાસ મંગપુરમ'થી ડેબ્યૂ કરશે. આ ફિલ્મ 30 જુલાઈ, 2026ના રોજ રિલીઝ થશે, જેને લઈને મહેશ બાબુએ ખુશી વ્યક્ત કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Jul 2026 10:18 PM (IST)Updated: Sun, 26 Jul 2026 10:18 PM (IST)
raveena-tandon-daughter-rasha-thadani-to-debut-in-telugu-movie-srinivasa-mangapuram-opposite-jay-krishna

Rasha Telugu Debut, Srinivasa Mangapuram: બૉલિવૂડની 'મસ્ત-મસ્ત ગર્લ' રવિના ટંડનની દીકરી રાશા થડાની હવે સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત રાશા સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના ભત્રીજા જયા કૃષ્ણા ઘટ્ટામનેનીન સાથે તેલુગુ ફિલ્મમાં જોવા મળવાની છે. અજય ભૂપતિના ડિરેક્શનમાં બનેલી 'શ્રીનિવાસ મંગપુરમ' ફિલ્મ આગામી 30 જુલાઈ,2026ના ગુરુવારના રોજ થિયેટરમાં રિલીઝ થશે. જેને લઈને મહેશ બાબુ ખૂબ જ ઉત્સાહિત છે.


રાશાની માફક જયા કૃષ્ણાની પણ આ ડેબ્યૂ ફિલ્મ છે. જેને લઈને મહેશ બાબુએ ખુશી વ્યક્ત કરી છે અને ભત્રીજાને પોતાની અપકમિંગ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે. મહેશ બાબુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને રાશા થડાની સાથે પોતાના ભત્રીજા જયા કૃષ્ણાની ડેબ્યુ ફિલ્મને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

GNFSU Halol: વિશ્વની એકમાત્ર પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં, હાલોલની GNFSU બની રહી છે કૃષિ શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર

જય કૃષ્ણા અને રાશાની લીડ જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે

મહેશ બાબુ પોતાના વીડિયોમાં કહી રહ્યા છે કે, મારો ભત્રીજો જય કૃષ્ણા 'શ્રીનિવાસ મંગલપુરમ' ફિલ્મ થકી પોતાનું ડેબ્યૂ કરી રહ્યો છે. અમારો આખો પરિવાર તેની આ નવી ઈનિંગ્સને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અમે ટીઝર, ગીત અને ફિલ્મનું ટ્રેલર જોયા છે. જય કૃષ્ણા અને રાશા થડાનીની લીડ જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

ડિરેક્ટર અજય ભૂપતિ અને મ્યુઝિક કમ્પોઝર જે.વી. પ્રકાશે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. રાશા અને જય કૃષ્ણાને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાનો સંપૂર્ણ શ્રેય ડિરેક્ટર અજય ભૂપતિને જવો જોઈએ.

 

 

 

ફિલ્મનું મ્યૂઝીક સુપરહિટ, 'અલેલે' મારું ફેવરિટ ગીત

વધુમાં મહેશ બાબુએ ફિલ્મના ટેક્નીશિયન્સના વખાણ કરતા જણાવ્યું છે કે, તેમને ખૂબ જ મહેનત કરી છે. જ્યારે આ ફિલ્મની કરોડરજ્જૂ મ્યૂઝીક ડિરેક્ટર જે.વી.પ્રકાશ છે. ફિલ્મનું સંગીત પહેલા જ સુપરહિટ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનું 'અલેલે' ગીત મને ખૂબ જ ગમે છે. આ ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થશે. રાશા અને જયા કૃષ્ણાના ડેબ્યુથી હું ખૂબ જ ખુશ છું. હું તમામ ટીમને 30 જુલાઈ માટે ખૂબ-ખૂબ શુભકામના પાઠવું છું.



હું તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકી રહી છુંઃ રાશા થડાની

રાશા થડાનીએ નવેમ્બર 2025માં એક પોસ્ટ મૂકીને પોતાના તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂની જાહેરાત કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, એક નવી શરૂઆત, અંતહીન આભાર..હું તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકી રહી છું.

જણાવી દઈએ કે, રાશા થડાનીએ અભિષેક કપૂરની ફિલ્મ 'આઝાદ' દ્વારા બૉલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મમાં રાશાની સાથે અજય દેવગન અને તેનો ભત્રીજો અમન દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સાવ ફેંકાઈ ગઈ હતી.