Vadodara power cut: વડોદરા શહેરમાં વીજ લાઈનોમાં મેન્ટેનન્સ અને સમારકામ કામગીરીના કારણે 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. વીજ કંપનીએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે આ સમયગાળા દરમિયાન જરૂરી આયોજન કરી સહકાર આપવો.
ચાર દિવસ સવારે કરશે વીજકાપ
આ પણ વાંચો
મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ, આજે 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન રોજ સવારે 7:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી નવ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો સ્થગિત રહેશે. કામગીરી પૂર્ણ થતાં પૂર્વ સૂચના વિના પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.
આ વિસ્તારમાં બંધ રહેશે વીજ પુરવઠો
20 જાન્યુઆરી, મંગળવાર
આજે 20 જાન્યુઆરી, મંગળવારના રોજ ઇન્દ્રપુરી સબ ડિવિઝનના જગદીશ ફીડર હેઠળ વાઘોડિયા બાયપાસ, લક્ષ્મી સ્ટુડિયો, સાગર સ્ટુડિયો, અમેરિકન સ્કૂલ, પાયોનીયર કોલેજ, NDC કોલેજ, તક્ષ ગેલેક્સી, આઇવરી ગાર્ડન, મણીભાઈ પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
ઉપરાંત પાણીગેટ સબ ડિવિઝનના કોટિયાર્ક ફીડર હેઠળ કલાદર્શન ચાર રસ્તા, PWD ક્વાર્ટર્સ, રાધિકા ભવન, સ્વામિનારાયણ નગર, શાસ્ત્રી બાગ, રામવાટીકા, સાંઈ વિહાર અને સિદ્ધિ વિનાયક વિસ્તારમાં વીજ કાપ રહેશે. ગોરવા સબ ડિવિઝનના સહયોગ ફીડર અને સમા સબ ડિવિઝનના અણુ શક્તિ ફીડર હેઠળના વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.
21 જાન્યુઆરી, બુધવાર
21 જાન્યુઆરી, બુધવારના રોજ માંડવી સબ ડિવિઝનના ચાંપાનેર ફીડર હેઠળ વારસિયા રિંગ રોડ, કલાવતી હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ, દાજીનગર સહિતના વિસ્તારમાં તેમજ અકોટા સબ ડિવિઝનના દુર્ગાનગર ફીડર હેઠળ ગુલાબવાટિકા, ચરોતર સોસાયટી, રાજવી ટાવર અને તાંદલજા પાણીની ટાંકી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. અલકાપુરીના દિનેશ મિલ ફીડર (HT) અને અટલાદરાના હરિ દર્શન ફીડર હેઠળના વિસ્તારોમાં પણ કાપ રહેશે.
22 જાન્યુઆરી, ગુરુવાર
22 જાન્યુઆરી, ગુરુવારના રોજ પાણીગેટના તપોવન ફીડર, ગોરવાના શ્રીનાથજી ફીડર અને લક્ષ્મીપુરાના સોમનાથ ફીડર હેઠળ આવતા રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
23 જાન્યુઆરી, શુક્રવાર
23 જાન્યુઆરી, શુક્રવારના રોજ માંડવીના સંત કવર ફીડર, ઇન્દ્રપુરીના સ્વિમિંગ પૂલ ફીડર અને અકોટાના ગુજરાત ટ્રેક્ટર ફીડર હેઠળના વિસ્તારોમાં કાપ રહેશે.
24 જાન્યુઆરી, શનિવાર
24 જાન્યુઆરી, શનિવારના રોજ સરદાર એસ્ટેટ ફીડર અને પાણીગેટના પ્રારંભ ફીડર હેઠળ આવતા ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
