Vadodara: અમિત શાહ સુરસાગર તળાવ ખાતે મહાશિવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા, સર્વેશ્વર મહાદેવની મહાઆરતી કરી

અમિત શાહે વડોદરાવાસીઓને મહાશિવરાત્રીની શુભકામના પાઠવતા કહ્યું- 'સર્વેશ્વર મહાદેવ દેશવ્યાપી આસ્થાનું પ્રતિક બન્યું'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Feb 2026 10:38 PM (IST)Updated: Sun, 15 Feb 2026 10:38 PM (IST)
amit-shah-attends-grand-mahashivratri-festival-at-sursagar-lake-vadodara
HIGHLIGHTS
  • મહાશિવરાત્રીએ શિવ યાત્રાનો હિસ્સો બનવું, મારું સૌભાગ્યઃ અમિત શાહ

Vadodara: વડોદરાના સુરસાગર તળાવ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત ભવ્ય શિવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે વડોદરાના તમામ નગરજનોને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને શિવભક્તોની વિશાળ હાજરીને અભિનંદન આપ્યા હતા.

naidunia_image

આ તકે અમિત શાહે પોતાના સંબોધનમાં સર્વેશ્વર મહાદેવના મનોહર સ્વરૂપને પ્રણામ કરતા જણાવ્યું કે, આખું વડોદરા શહેર શિવયાત્રામાં જોડાય છે. આજે હું પણ એ યાત્રાનો હિસ્સો બન્યો છું, તે મારું સૌભાગ્ય છે.

ઈશ્વરની કૃપાથી અઘરામાં અઘરો સંકલ્પ પણ પૂર્ણ થઈ શકે છે, તેનો ઉત્તમ દાખલો આ સુરસાગર ખાતે સ્થાપિત 111 ફૂટ ઊંડી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ ઝળહળતી પ્રતિમા છે.

શરૂઆતમાં મને પણ લાગતું હતું કે, આ વિશાળ સંકલ્પ સિદ્ધ કરવો મુશ્કેલ હશે, પરંતુ યોગેશ પટેલે એક યોદ્ધાની માફક અવિરત પ્રયત્નો કરીને આ કાર્ય સિદ્ધ કર્યું છે. આજે જ્યારે પણ દેશમાં શિવરાત્રીની વાત થાય છે, ત્યારે સુરસાગરમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનો ઉલ્લેખ અચૂક થાય છે. આવી જ રીતે જ્યારે યાત્રાની વાત નીકળે, ત્યારે 'શિવજી કી સવારી'ની યાદ આવે જ છે.

naidunia_image

આ કાર્યક્રમના અંતે અમિત શાહ મહાઆરતીમાં જોડાયા હતા. આ તકે સમગ્ર શિવ પરિવાર તેમજ આયોજકો તરફથી અમિત શાહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.