Ahmedabad: અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા, જાહેર રસ્તા તથા ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને નાગરિકોની અવરજવર સરળ બને તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સતત દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત તા. 31/12/2025, 01/01/2026 તથા 02/01/2026 દરમિયાન પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ, મધ્ય તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઝોનવાઇઝ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.
તા. 31 ડિસેમ્બર 2025ની વ્યાપક એન્ફોર્સમેન્ટ કામગીરી દરમિયાન કુલ કુલ રૂ. 1,66,900/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. નવાં વર્ષની શરૂઆતના દિવસે તા. 01 જાન્યુઆરી 2026 ના રોજ એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી કુલ રૂ. 88,800/- નો દંડ વસુલ થયો હતો.
તા. 02 જાન્યુઆરી 2026 ના રોજ એસ્ટેટ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ દિવસે કુલ રૂ. 85,700/- નો દંડ વસુલવામાં આવ્યો હતો.
