Surendranagar Accident: લખતરના વણા ગામ નજીક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી, 40 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 16 Oct 2023 09:15 AM (IST)Updated: Mon 16 Oct 2023 09:24 AM (IST)
surendranagar-accident-news-bus-carrying-young-people-to-police-training-crashed-near-vana-village-40-injured-215648

Surendranagar Accident News: સુરેન્દ્રનગરના વણા ગામ પાસે આજે વહેલી સવારે રાત્રે એક એસ. ટી. બસ પલટી હોવાની માહિતી સામે આવી છે. દિયોદર-જૂનાગઢ રૂટની આ બસ જૂનાગઢ જતી હતી. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. મહત્ત્વનું છે કે, અત્યાર સુધી કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તનોને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

મહત્ત્વનું છે કે, સુરેન્દ્રનગરથી જૂનાગઢ તરફ જતી બસમાં મુસાફરો સહિત પોલીસની ટ્રેનિંગ માટે જતાં કેટલાક યુવકો તેમા સવાર હતા. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બસમાં સવાર મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી 40 જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અત્યારે તેમની સારવાર ચાલી રહી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.