Surendranagar News: વઢવાણના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને ગામના જ 5 નરાધમો છેલ્લા 8 માસથી પીંખતા હોવાની ઘટના સામે આવી છે. સગીરાને 6 માસનો ગર્ભ રહી ગયો હોવાની વિગતો સામે આવતા સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાએ વઢવાણ પોલીસ મથકે પાંચા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વઢવાણ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વઢવાણમાં રહેતા એક પરીવારમાં માતા-પિતા ન હોવાથી સગીરા તેના સગા ફુવાને ત્યાં રહેતી હતી. ત્યારે ફુવા રફીક ઉર્ફે મુન્નો અલ્લારખાભાઈ કેરાળીયાની દાનત સગીરા પર બગડી હતી અને સગા સાળાની દિકરી પોતાની ભત્રીજી હોવાનું જાણવા છતાં રફીકે સગીરા સાથે 8 માસ પહેલા દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ સમીર જહાંગીરભાઈ મલેક, શાહરૂખ જહાંગીરભાઈ મલેક, અલ્ફાન મીરઝા અને અવેશ અબ્દુલભાઈ ચૌહાણે પણ સગીરાના ઘરે અલગ-અલગ સમયે વારાફરતી જઈ સાથે તેણીની સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
જેમાં શાહરૂખ મલેકે એકવાર તથા અન્ય ચાર શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. આ ઉપરાંત રફીક કેરાળીયા, સમીર મલેક અને અલ્ફાન મીરઝા સગીરાને બળજબરીથી બાઈક પર બેસાડી લઈ જઈ અલગ અલગ જગ્યાએ લઈ જઈ તે ગર્ભવતી હોવા છતાં દુષ્કર્મ આચરતા હતા અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. થોડા સમયથી સગીરા તેના ફુવા સાથે રહેતી ન હતી. આ સમગ્ર બનાવ બહાર આવતા સગીરાએ સગા ફુવા સહિત પાંચેય સામે વઢવાણ પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા યુનિટના PI ચલાવી રહ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.