સુરત VNSGUની પ્રશંસનીય પહેલઃ વિદ્યાર્થીઓના આપઘાત રોકવા હોસ્ટેલમાં લગાવ્યા 'એન્ટી સ્યુસાઈડ ફેન', વજન પડતાં પંખો નીચે આવી જશે

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના આપઘાત રોકવા હોસ્ટેલમાં 'એન્ટી સુસાઇડ ફેન' લગાવ્યા છે. આ ખાસ પંખા 10 કિલોથી વધુ વજન પડતાં પાવર કટ કરી નીચે આવી જાય છે, જે જીવન બચાવવામાં મદદરૂપ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 09:59 PM (IST)Updated: Thu, 22 Oct 2026 09:59 PM (IST)
vnsgu-surat-unique-initiative-anti-suicide-fans-installed-in-hostels-to-guard-student-lives

Surat VNSGU Anti Suicide Fan: વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓને અટકાવવા માટે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમવાર સુરતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થી આપઘાત ન કરે તે હેતુથી 'એન્ટી સુસાઇડ ફેન' એટલે કે સ્પ્રિંગવાળા કુલ 354 પંખા લગાવવામાં આવ્યા છે.

વર્તમાન સમયમાં અભ્યાસનું ભારે દબાણ, કરિયરની ચિંતા અને અન્ય માનસિક તણાવના કારણે યુવા પેઢીમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગંભીર સમસ્યાને ડામવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા સકારાત્મક અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ વિદ્યાર્થી આપઘાતનું પગલું ન ભરે તેવા હેતુથી 'એન્ટી સુસાઈડ ફેન' (સ્પ્રિંગવાળા પંખા) લગાવવામાં આવ્યા છે.

આ ખાસ ટેકનોલોજી મુજબ, જો પંખા પર 10 કિલોગ્રામથી વધુ વજન પડે, તો તરત જ પંખાની સ્પ્રિંગ ખુલી જાય છે અને પાવર કટ થઈને પંખો નીચે આવી જાય છે. આ વિશેષ મિકેનિઝમના કારણે ફાંસો ખાવાની કોશિશ નિષ્ફળ નીવડે છે.

યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા યુજીસી (UGC) ની ગાઈડલાઈન અનુસાર, હોસ્ટેલના રૂમોમાં અંદાજે રૂ. 1500ની કિંમતના આવા કુલ 354 પંખા લગાવવામાં આવનાર છે. અત્યાર સુધીમાં 50 ટકા કરતા વધારે લાગી પણ ગયા છે, આજકાલ અભ્યાસના દબાણ, કરિયરની ચિંતા કે અન્ય માનસિક તણાવના કારણે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આવા સમયે ટેકનોલોજીનો આ સકારાત્મક ઉપયોગ જિંદગી બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અપમૃત્યુના કોઈ બનાવ બન્યા નથી, પરંતુ અન્ય યુનિવર્સિટીમાં બને છે તેને ધ્યાનમાં રાખીને કુલ 388 જેટલા એન્ટી સ્યુસાઈઢ સિલીંગ ફેન લગાવવાનો નિણર્ય લીધો છે અને 50 ટકા કરતા વધારે લાગી પણ ગયા છે.

આ પંખાની વિશેષતા એ છે કે, તેની અંદર સ્પ્રિંગ આવેલી છે અને જેવું વજન પડે તો તરત જ સ્પ્રિંગ બહાર આવી જાય છે અને પાવર કટ થઇ જાય છે પાવર કટ થઇ જવાથી પંખો ફરતો બંધ થઇ જાય છે અને પંખો બે ફૂટ જેટલો નીચો આવી જવાથી વિદ્યાર્થીઓ જે બે મિનીટના તણાવમાં આવું પગલું ભરતા હોય ત્યારે આવી ઘટના બની શક્તિ નથી અને વિદ્યાર્થીનો જીવ બચી જાય છે

વધુમાં તેમણે જણાવ્યું કે, 4 જેટલા કાઉન્સલરો છે અને તેઓ 250 કરતા વધારે કોલેજોની રૂબરૂ મુલાકાત લઈને તમામ હોસ્ટેલોનું રૂબરૂ નિરિક્ષણ કરતા હોય છે આ નિરિક્ષણ દરમ્યાન અને અન્ય યુનિવર્સીટીની વાતો સાંભળીને એ લોકોનું સૂચન હતું કે આપણે બને એટલું જલ્દી એન્ટી સુસાઈડ ફેન લગાવી દેવા જોઈએ અને અમે તેનો અમલ કર્યો છે.