દિવાળી પર સુરતથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત જનારાઓ માટે ખુશખબર, ST નિગમ દોડાવશે 2400 વધારાની બસો

દિવાળીના તહેવારોમાં સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નાગરિકો માટે ST નિગમ દ્વારા 2400 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. www.gsrtc.in પર ઓનલાઈન બુકિંગ શરૂ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 22 Oct 2026 08:42 PM (IST)Updated: Thu, 22 Oct 2026 08:42 PM (IST)
gsrtc-diwali-special-buses-2400-extra-for-festive-travel

Diwali Special Bus: દિવાળીના તહેવારમાં વતનની વાટ પકડતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે રાજ્યભરમાંથી 2400 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 4 થી 7 નવેમ્બર દરમિયાન 8000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ

ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમ દ્વારા સુરત સહિત રાજ્યના મુખ્ય જિલ્લાઓમાંથી વિશેષ સંચાલન કરવામાં આવશે. આગામી 4 થી 7 નવેમ્બર દરમિયાન નિયમિત બસો ઉપરાંત આ વધારાની 2400 બસો દ્વારા 8000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવશે, જેથી મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને સુરક્ષિત રીતે પહોંચી શકે.

સુરતના રત્નકલાકારો અને શ્રમિકો માટે રાહત

આ વિશેષ વ્યવસ્થાથી ખાસ કરીને સુરતમાં વસેલા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટના રત્નકલાકારો તેમજ પંચમહાલ, અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ પ્રવાસ કરતા નાગરિકોને સીધો ફાયદો થશે. દિવાળીમાં ખાનગી ટ્રાવેલ્સના ઊંચા ભાડામાંથી મુસાફરોને મોટી રાહત મળશે.

ઓનલાઈન બુકિંગ અને ટોલ ફ્રી નંબરની સુવિધા

એડવાન્સ/કરંટ બુકિંગ: મુસાફરો એસ.ટી. નિગમના ડેપો પરથી અથવા તો અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી ઘરે બેઠા ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે.

24 કલાક હેલ્પલાઈન: બસના સમય કે સંચાલન સંબંધિત કોઈ પણ માહિતી માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક સંપર્ક કરી શકાશે.