Surat News: આજથી સુરત શહેરમાં હેલમેટના નિયમોનું કડક પણે પાલન શરુ થઇ ગયું છે. સુરત શહેરમાં સવારથી જ અલગ અલગ ટીમો દ્વારા રોડ પર ઉતરીને જે લોકો હેલમેટ પહેર્યા ના હતા તેઓના પાસેથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા CCTV કેમેરાની મદદથી તેમજ ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ-ચલણ અને સ્થળ-દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હેલમેટ પહેરવું તે લોકોની સુરક્ષા માટે છે માટે લોકોને હેલમેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
DCP અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ કુલ 45 દિવસનું હેલમેટ અવર્નેસનું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. કારણ કે વર્ષ 2024 દરમ્યાન 50 ટકા જેટલા લોકોના મોત ફક્તને ફક્ત હેલમેટ નહીં પહેરવાના કારણે થયા હોવાનું ડેટા એનાલીસીસ પરથી જાણવા મળ્યું હતું. તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજ રોજ 45 દિવસનું કેમ્પેઈન પૂર્ણ થઇ ગયું છે.
ત્યારે આજથી 15 ફ્રેબુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરીએ છીએ કે તમે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે હેલમેટ પહેરીને નીકળો, આજરોજ સુરત શહેર પોલીસના ૩ હજારથી વધારે કર્મચારીઓ, ૩૦૦થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંકશનો પર તૈનાત છે અને જે વ્યક્તિઓ હેલમેટ પહેરતા નથી તેઓના વિરુદ્ધ દંડની કાર્યવાહી ચાલુ છે. સ્થળ દંડની સાથે સાથે 772 જેટલા CCTV કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલણ એપ અને વીઓસી એપના માધ્યમથી ઈ ચલણ જનરેટ કરવાની પણ કામગીરી ચાલુ છે.
વધુમાં જણાવ્યું હતું કે અમે ડ્રોનના માધ્યમથી એવા જંકશન અને વિસ્તારો આઇડેન્ટિટીફાય કરી રહ્યા છીએ કે જ્યાં લોકોનું હેલમેટ પહેરવાનું પ્રમાણ ઓછું છે આવા વિસ્તારો પણ સ્પેશિયલ ફોકસ આપીને હેલમેટની કામગીરી કરાવીશું સાથે સાથે 70થી 75 ટકા લોકો હેલમેટ પહેરીને નીકળી રહ્યા છે એમને હું અભિનંદન આપું છું. જે શિસ્ત તેઓએ સિગ્નલમાં દાખવ્યું હતું તેવું જ શિસ્ત હેલમેટમાં પણ તેઓએ દાખવ્યું છે પરંતુ બાકીના 20થી 25 ટકા લોકો જે હેલમેટ પહેર્યા વગર નીકળે છે તેઓને હું ચોક્કસ ચેતવણી આપીશ કે તમે તમારી સુરક્ષા અને જીવની ચિંતા નહી કરો તો તમારી સુરક્ષા અને જીવની ચિંતા અમને છે એટલે અમે સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ ચલણ પણ જનરેટ કરીને એમના સુધી પહોચાડવામાં આવશે.