Gujarat News Today Live: પંચમહાલ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના ઘટી છે. કાલોલના મીરાપુરી ગામ પાસે ગોમ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી એકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સામા કાંઠે રહેલા લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે એક મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના ઘટી છે. કાલોલના મીરાપુરી ગામ પાસે ગોમ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી એકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સામા કાંઠે રહેલા લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે એક મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને જામીન મળ્યા હોવાના અહેવાલ છે. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે.
રાજકોટમાં આગામી નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નવરાત્રીમાં દાંડિયારાસ ઓછો રમજો, પરંતુ બહેનો અને દીકરીઓની સુરક્ષાનું ધ્યાન રાખજો. આ નિવેદનને કારણે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગઈકાલથી રાજ્યમાં વરસાદનું થોડું ઘટ્યું છે જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ગત 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ હતો જેમાં કપરાડામાં 1.8 ઇંચ, ધરમપુરમાં 1.5 ઇંચ, ઝાલોદમાં 1.3 ઇંચ, સુબીરમાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.