સુરતની મહિલા એડવોકેટ લવ જેહાદનો ભોગ બનીઃ વકીલ રહીમે 'રોહન' બની પ્રેમજાળમાં ફસાવી શારીરિક સબંધ બાંધ્યા બાદ બીજી યુવતી સાથે નિકાહ પઢી લીધા

સુરતમાં મહિલા એડવોકેટ 'લવ જેહાદ'નો ભોગ બની છે, જેમાં વકીલ રહીમે હિન્દુ નામ 'રોહન' ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અવારનવાર શારીરિક સબંધો બાંધ્યા. જ્યારે સચ્ચાઈ સામે આવી, ત્યારે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી લીધી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 07 Oct 2026 09:54 PM (IST)Updated: Wed, 07 Oct 2026 09:54 PM (IST)
surat-woman-advocate-falls-victim-to-love-jihad-lawyer-raheem-poses-as-rohan-to-establish-physical-relations

Surat Love Jihad: સુરત શહેરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં હિન્દુ તરીકેની ઓળખ આપીને મહિલા એડવોકેટને પોતાની પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કરનાર વિધર્મી વકીલ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.

આ અંગે ભોગ બનનાર મહિલા એડવોકેટની ફરિયાદ અનુસાર, રહીમ શેખ નામના વકીલે હિન્દુ તરીકે પોતાની ઓળખ આપીને મિત્રતા કેળવી હતી. આરોપીએ 'રોહન' તરીકે પોતાની ઓળખ આપીને મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

પીડિતાનો વિશ્વાસ જીતવા માટે આરોપી તેની સાથે સત્યનારાયણની કથામાં બેસતો હતો. એક દિવસ આરોપીએ પીડિતાની માંગમાં સિંદૂર પુરીને ટૂંક સમયમાં પરિવારની હાજરીમાં લગ્ન કરી લેવાની ખાતરી આપી હતી. જેથી પીડિતા આરોપીની વાતોમાં આવી ગઈ હતી. જે બાદ આરોપી વકીલે વારંવાર મહિલા એડવોકેટ સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા.

જો કે પીડિતા જ્યારે લગ્ન કરવા માટે દબાણ કરતી, ત્યારે આરોપી ગલ્લાતલ્લા કરતો હતો. આ દરમિયાન પીડિતાને આરોપીની હકીકત જાણવા મળી હતી કે, તેનું અસલી નામ રહીમ શેખ છે અને તેણે અન્ય એક યુવતી સાથે નિકાહ કરી લીધા છે. જ્યારે પીડિતાએ આ બાબતે ફરિયાદ કરી, ત્યારે આરોપીએ તેને બેરહેમીથી ફટકારી હતી. આખરે પીડિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રહીમ શેખ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.