Surat News: વરાછામાં ટ્રક બેકાબૂ બન્યો, ગોડાઉનની પ્રોટેક્શન વોલ તોડી ફૂટપાથ પર પહોંચ્યો

જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે સદનસીબે ફૂટપાથ પર કોઈ રાહદારી હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 25 Nov 2026 10:15 PM (IST)Updated: Wed, 25 Nov 2026 10:15 PM (IST)
surat-varachha-government-grain-warehouse-truck-accident-no-casualties

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરકારી અનાજ ગોડાઉન ખાતે આજે બુધવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અનાજ ખાલી કરવા માટે આવેલા એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બેકાબૂ ટ્રક ગોડાઉનની પ્રોટેક્શન વોલ તોડીને સીધો ફૂટપાથ પર ધસી આવ્યો હતો. સદનસીબે ફૂટપાથ પર કોઈ રાહદારી હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરકારી અનાજ ગોડાઉન ખાતે એક ટ્રક ચાલક અનાજ ખાલી કરવા માટે પહોચ્યો હતો. આ દરમિયાન ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબૂ ટ્રક ગોડાઉનની પ્રોટેક્શન વોલ તોડીને સીધો ફૂટપાથ પર ધસી આવ્યો હતો. ટ્રકની જોરદાર ટક્કરથી ગોડાઉનની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ અને ટ્રક દીવાલ તોડીને બહાર ફૂટપાથ પર પહોંચી ગયો હતો.

આ અકસ્માતમાં ગોડાઉનની સુરક્ષા દીવાલને મોટું નુકશાન થયું હતું. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે તેના આગળના ભાગની સાથે નંબર પ્લેટ પણ વળી ગઈ હતી. આ અકસ્માત સમયે ફૂટપાથ કે આસપાસના વિસ્તારમાં કોઈ રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ થઈ નહોતી.

જોકે, ટ્રક જે રીતે ગોડાઉનની દીવાલ તોડીને ફૂટપાથ પર આવ્યો હતો તે જોતા જો તે સમયે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહી હોય તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.

દીવાલ તોડીને બહાર આવેલો ટ્રક ફૂટપાથ પર બનાવવામાં આવેલા એક નાના મંદિર સાથે પણ અથડાયો હતો, જેના કારણે મંદિરના બાંધકામને નુકસાન થયું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના અને કાટમાળ વચ્ચે પણ મંદિરમાં સ્થાપિત માતાજીનો ફોટો અને ચૂંદડી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.