Surat: સરથાણાના 'યુનિક સ્પા'માં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો, મસાજની આડમાં દેહ વ્યાપાર ઝડપાયો; 4 રુપલલનાઓને મુક્ત કરાવાઈ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યુનિક સ્પામાં AHTUની ટીમે દરોડો પાડીને મસાજની આડમાં ધમધમી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જ્યાંથી 4 લલનાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ સંચાલકની ધરપકડ કરી છે, જ્યારે સ્પા માલિક ફરાર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 07 Oct 2026 06:05 PM (IST)Updated: Wed, 07 Oct 2026 06:05 PM (IST)
surat-spa-raid-ahtu-busted-prostitution-ring-at-unique-spa-in-sarthana-4-women-rescued

Surat Spa Raid: સુરતમાં સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની (AHTU) ટીમે સરથાણા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં સ્પાની આડમાં દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

છેલ્લા 6 મહિનાથી ગ્રાહકોને લલનાઓ પીરસવામાં આવતી હતી

સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સરથાણા સિલ્વર ચોક નજીકના શાયોના પ્લાઝામાં આવેલા યુનિક સ્પામાં રેડ કરી હતી. અહી સ્પાની આડમાં કૂટણખાનું ધમધમતું હતું.

પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, સ્પાના માલિક મુક્તિ ઉર્ફે મનીષા છે. મનિષાએ સંચાલક તરીકે ફરીદ આલમ ઇસાક આલમને રાખ્યો હતો અને તેઓ સ્પામાં 4 મહિલાઓને રાખીને છેલ્લા 6 માસથી દેહવ્યાપારની પ્રવૃતિ કરાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી લેતા હતા

પોલીસે રેડ દરમ્યાન સંચાલક ફરીદ આલમ ઇસાક આલમ (35)ને ઝડપી પાડ્યો હતો. જયારે ત્યાંથી દેહવ્યાપારની બદીમાંથી 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી.આ ઘટનામાં પોલીસે સ્પાના માલિક મુક્તિ ઉર્ફે મનીષા દાત્રીયેને વોન્ટેડ જાહેર કરી હતી.

પોલીસે રે દરમ્યાન રોકડા રૂપિયા, મોબાઈલ મળી કુલ 50,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીને આગળની તપાસ અર્થે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો હતો.