સુરત RTOની પ્રશંસનીય પહેલ: નાગરિકોની સુવિધા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હવે જાહેર રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે

સુરત RTO દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા સરળ બનાવવા જાહેર રજાના દિવસોમાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલથી વ્યસ્ત અરજદારોને મોટી રાહત મળશે અને કામગીરીનું વધુ સુવ્યવસ્થિત આયોજન શક્ય બનશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Nov 2026 06:54 PM (IST)Updated: Thu, 19 Nov 2026 06:54 PM (IST)
surat-rto-driving-test-track-to-remain-open-on-public-holidays-for-citizens
SURAT-RTO-NEWS-26-06

Surat: સુરતના વાહનચાલકો અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવાની પહેલ કરવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા હવેથી જાહેર રજાના દિવસોમાં પણ સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત રાખવામાં આવશે.

સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(RTO) દ્વારા નાગરિકોની સુવિધા અર્થે એક પ્રશંસનીય પહેલ હાથ ધરાઈ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા હવેથી જાહેર રજાના દિવસોમાં પણ સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત રાખવામાં આવશે.

આ પહેલથી ખાસ કરીને નોકરી, વ્યવસાય કે અન્ય વ્યસ્તતાને કારણે સામાન્ય કાર્યદિવસોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સમય ફાળવી ન શકતા અરજદારોને મોટી રાહત મળશે.

આ ઉપરાંત ટેસ્ટ માટે વધારાના દિવસો ઉપલબ્ધ થવાથી અરજદારોની સુવિધામાં વધારો થશે અને કામગીરીનું વધુ સુવ્યવસ્થિત આયોજન શક્ય બનશે. નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા માટે નિર્ધારિત ઓનલાઇન પ્રક્રિયા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ મેળવવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, પાલ સુરત દ્વારા અપીલ કરાઈ છે.