સુરત પોલીસનું ઑપરેશન ટ્રેપ 2.0: 100 દિવસમાં લાંબા સમયથી ફરાર 217 આરોપીઓને જેલમાં ધકેલાયા

સુરત શહેર પોલીસે 'ઓપરેશન ટ્રેપ 2.0' અંતર્ગત 100 દિવસમાં ગંભીર ગુનાના 217 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઝુંબેશમાં મર્ડર, લૂંટ, બળાત્કાર સહિતના કેસોના વોન્ટેડ આરોપીઓને દેશના વિવિધ રાજ્યોમાંથી પકડવામાં આવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 24 Sep 2026 10:09 PM (IST)Updated: Thu, 24 Sep 2026 10:09 PM (IST)
surat-police-operation-trap-20-217-absconding-criminals-arrested-in-100-days

Surat Police Operation Trap 2.0: સુરત શહેર પોલીસ દ્વારા ઓપરેશન ટ્રેપ 2.0 ચલાવવામાં આવ્યું હતું. 100 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશન અંતર્ગત લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ગંભીર ગુનાના નાસ્તા ફરતા, વોન્ટેડ, તેમજ પેરોલ ફર્લોના 217 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે

સુરત શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં મર્ડર, લૂંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વિગેરે જેવા ગંભીર તથા અન્ય ગુનાના લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા 11/06/2026 થી 20/09/2026 સુધી સ્પેશિયલ ઓપરેશન ટ્રેપ 2.0 ચાલવામાં આવ્યું હતું.ૉ

આ સફળ ઝુંબેશને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ, ડીસીબી, એસ.ઓ.જી. પીસીબી તથા એલસીબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને જૂના કેસ કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી ટેકનિકલ ટીમની મદદ લઈ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓની હયાતીની માહિતી મેળવવામાં આવી હતી.

સુરત પોલીસ દ્વારા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં કેમ્પ રાખી જે-તે રાજ્ય/જિલ્લા પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી આરોપીઓના રહેણાંક વિસ્તારમાં વેશ પલટો કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ ઓપરેશન ટ્રેપ 2.0 અંતર્ગત ખૂનના ગુનાના 15, ખૂનની કોશિશના 4, ધાડના 1, લૂંટના 12, ,ખંડણીના 3, આર્મ્સ એક્ટના 2, એન.ડી.પી.એસ.ના 18, ગુજસીટોકના 3, અપહરણના 4, બળાત્કાર/પોક્સોના 10, મહાવ્યથા 09, ચિટીંગના 58, ચોરીના 37 તથા પ્રોહી. 18 તથા અન્ય 23 મળી કુલ 217 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેર પોલીસ દ્વારા અગાઉ તા.1/3/2026 થી 10/06/2026 સુધી ઓપરેશન ટ્રેપ 1.0 ચાલવામાં આવ્યું હતું. જે દરમ્યાન કુલ ૨૪૩ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી.