Surat: ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, છેલ્લા 5 દિવસમાં નિયમોના ભંગ બદલ 9,753 વાહનચાલકો દંડાયા

રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો, હેલ્મેટ વગર, ઑવર-સ્પીડીંગ, ટ્રાફિક-સિગ્નલ ભંગ કરતા વાહન-ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Dec 2025 06:15 PM (IST)Updated: Wed, 03 Dec 2025 06:15 PM (IST)
surat-news-traffic-police-special-drive-9753-fined-in-last-5-days
HIGHLIGHTS
  • સ્થળ પર જ દંડ તેમજ ઈ-ચલણની કાર્યવાહી કરાઈ

Surat: સુરત શહેરમાં ટ્રાફિક નિયમો મુદ્દે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, શહેરમાં ગત પાંચ દિવસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 9,753 કેસો કરવામાં આવ્યા છે જેમાં સ્થળદંડ તેમજ ઇ-ચલણની કાર્યવાહી કરાઈ હતી.

શહેર વિસ્તારમાં બનતા પ્રાણઘાતક અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનનાં સુચારુ સંચાલન માટે શહેર પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર(ટ્રાફિક)ના માર્ગદર્શન મુજબ તા.28/11/2025થી તા.02/12/2025 દરમિયાન પાંચ દિવસમાં શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી.

આ ડ્રાઈવ અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો, હેલ્મેટ વગર, ઑવર-સ્પીડીંગ, ટ્રાફિક-સિગ્નલ ભંગ કરતા વાહન-ચાલકો તથા ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ સ્થળદંડ તેમજ ઇ-ચલણનો માધ્યમથી કુલ 9,753 કેસો કરવામાં આવ્યા હતા.