Rajkot: મંગળા મેઈન રોડ પર અંધાધૂંધ ફાયરિંગના મામલે જંગલેશ્વરની મરઘા ગેંગ અને પેંડા ગેગ સામે પોલીસ કડક કાયવાહી કરી બન્ને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે. આ બન્ને ગેંગના આરોપીઓને આશરો આપનાર અને મદદ કરનારની સામે પણ પોલીસે કાર્યવાહી કરી રહી છે.એવામાં રાજકોટ એસઓજીની ટીમે પેંડા ગેંગના સભ્યોને હથિયાર સપ્લાય કરનાર મધ્ય પ્રદેશના ભીંડના ઇસુરી ગામના સપ્લાયરને ઝડપી પડ્યો હતો.
SOGની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી ઝડપી પડેલા હથિયારના સોદાગરની પુછપરછમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું મોટું નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. પકડાયેલ શખ્સ સામે છેલ્લા 8 વર્ષમાં 12 જેટલા ગુન્હા નોંધાયેલા હોવાનું પ્રાથમિક પુછપરછમાં ખુલ્યું છે.
પેંડા ગેંગના જે 17 પાડાઓ સામે ગુજસીટોક હેઠળ કાયર્વાહી કરવામાં આવી હતી અને પેંડા ગેંગના સભ્યોની પુછપરછમાં હથિયાર સપ્લાયમાં મધ્યપ્રદેશના ભીંડના ઇસુરી ગામના સોદાગર રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવતે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
પેંડા ગેંગના જયવીક ઉર્ફે મોન્ટુ દિલીપ રોજાસરા અને રાજુસિંગ રાજકોટ જેલમાં મળ્યા હતા.જેલમાં મુલાકાત બાદ મધ્યપ્રદેશના હથિયારના સપ્લાયર રાજેશ સિંઘ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત જેલમાંથી છુટ્યા બાદ મોન્ટુ રોજાસરા અને હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો સાત્યકીસિંહ ઝાલા બન્ને મધ્યપ્રદેશ ગયા અને તેની પાસેથી તેને ગેરકાયદેસર હથિયાર મેળવ્યાનું ખુલ્યું હોય તેને પકડવા માટે રાજકોટ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલાની ટીમ રાજકોટથી મધ્યપ્રદેશ પહોચી હતી અને હથિયારના સોદાગર મધ્ય પ્રદેશના ભીંડના ઇસુરી ગામના સોદાગરને પકડવા ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું
જેમાં રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત(32)ની ધરપકડ કરી હતી. રાજુ સામે રાજકોટ ગીર સોમનાથ અને જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં 2018 થી 2025 સુધીમાં હથીયારના 12 ગુના તેમજ મારામારી સહિતના ત્રણ ગુના નોંધાયેલ છે.
રાજુની પુછપરછમાં સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું મોટું નેટવર્ક ખુલે તેવી શક્યતા છે. રાજુએ અગાઉ નામચીન ભરત કુંગશિયા અને જૂનાગઢના ચોબાર ગામના ફિરોઝ ઉર્ફે લાલો કાસમભાઈ હાલાને હથિયાર સપ્લાય કર્યા હતા.
ફિરોઝી ઉર્ફે લાલો વર્ષ 2016માં જૂનાગઢમાં પત્રકાર કિશોર દવે ની હત્યા કરવાના ગુનામાં હાલ જેલ હોય ત્યારે જેલમાં તેની મુલાકાત મધ્યપ્રદેશના હથિયારના સપ્લાયર રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત સાથે થઈ હતી. ત્યારે તેની પાસેથી તેને ગેરકાયદેસર હથિયાર મેળવ્યા હતા. રાજેશ સિંગ હથિયાર સપ્લાયનું મોટું નેટવર્ક ચલાવતો હોય તેની પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
