સુરતની SMIMER મેડિકલ કોલેજની સિદ્ધિ: રેસિડેન્ટ ડૉ. નમ્રતા પટેલના બ્રેઈન સ્ટ્રોક અંગેના રિસર્ચ પેપરને આંતરરાષ્ટ્રીય માન્યતા

સુરતની સ્મીમેર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉ. નમ્રતા પટેલના બ્રેઈન સ્ટ્રોક સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય જર્નલમાં સ્થાન મળ્યું છે. આ સંશોધન લોહીની સામાન્ય તપાસ દ્વારા બ્રેઈન સ્ટ્રોકની ગંભીરતાનું નિદાન કરવામાં મદદરૂપ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 12:00 AM (IST)Updated: Fri, 25 Sep 2026 12:00 AM (IST)
surat-news-smimer-doctor-dr-namrata-patel-research-paper-on-brain-stroke-published-in-international-journal
HIGHLIGHTS
  • બ્રેઈન સ્ટ્રોકની ગંભીરતા અને RDW વચ્ચેના સંબંધ પર મહત્વપૂર્ણ સંશોધન

Dr Namrata Patel Brain Stroke Research: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે MD મેડિસિન વિષયના તૃતીય વર્ષના રેસિડેન્ટ ડૉ. નમ્રતા પટેલ દ્વારા તબીબી ક્ષેત્રે એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ડૉ. નમ્રતા પટેલ દ્વારા કરાયેલુ સંશોધન પેપર પ્રતિષ્ઠિત ‘International Journal of Current Pharmaceutical Review and Research’માં પ્રકાશન પામ્યું છે.

ડૉ.નમ્રતા પટેલે 'Correlation between Red Cell Distribution Width and Severity of Ischemic Cerebrovascular Stroke' એટલે સરળ ભાષામાં આ સંશોધનમાં દર્દીના લોહીની સામાન્ય તપાસ(CBC રિપોર્ટ)માં આવતા રક્તકણોના કદના તફાવત પરથી બ્રેઈન સ્ટ્રોક કેટલો ગંભીર છે, તેનું નિદાન અને અનુમાન કેવી રીતે કરી શકાય' તે વિષય પર પોતાનું વિશેષ સંશોધન કાર્ય રજૂ કર્યું હતું.

એક તબીબી રેસિડેન્ટ તરીકે અભ્યાસકાળ દરમિયાન જ આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત જર્નલમાં રિસર્ચ પેપર પ્રકાશિત કરવું એ તેમની નિષ્ઠા, મહેનત અને તબીબી સંશોધન પ્રત્યેના સમર્પણનું ઉત્કૃષ્ટ પરિણામ દર્શાવે છે.

તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સ્મીમેર મેડિકલ કોલેજના તબીબી પરિવાર, સિનિયર પ્રોફેસરો તથા સાથી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ડૉ.નમ્રતા પટેલને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્તમ શુભેચ્છાઓ આપવામાં આવી છે.