Surat: ગણેશ વિસર્જનને (Ganesh Visarjan 2024) લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમ્યાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મનપા દ્વારા શહેરમાં આ વર્ષે અલગ અલગ ઝોનમાં 21 કુત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ગણેશોત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અલગ-અલગ થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. આવતીકાલે ગણેશ વિસર્જન છે, જેને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં 21 કુત્રિમ તળાવો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
અડાજણ રામજી ઓવારાથી સુરેશભાઈ પટેલે જણાવ્યું કે, અહી રામજી ઓવારા પર કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. અહી તળાવમાં સાડા 4 ફૂટ જેટલું પાણી ભરવામાં આવ્યું છે. અહી મનપા દ્વારા પુરતી સગવડ આપવામાં આવી છે. રોડ રસ્તાઓને પણ કારપેટ કરી દેવામાં આવ્યા છે. અહી મંડપની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત પોલીસ માટે અલગથી મંડપ બનાવવામાં આવ્યો છે. બહારથી જ સીધી મૂર્તિ અંદર આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. 300 જેટલા યુવાનો અહી માનદ સેવા આપે છે.
21 કૃત્રિમ તળાવે અને 3 કુદરતી ઓવારાની ઝોન પ્રમાણે યાદી
કુદરતી ઓવારા: ડુમસ, મગદલ્લા અને હજીરા.
અઠવા ઝોન: ડુમસ કાંદી ફળિયા (2), વેસુ વાસ્તુગ્રામ નજીક નંદીની-૩ની સામે
સેન્ટ્રલ ઝોન: ચોકબજાર ગાંધીબાગની પાછળ ડક્કા ઓવારો.
વરાછા ઝોન-એ: પુણા જળવિતરણ મથકની બાજુમાં વાસ્તુ લક્ઝુરીયા સામે.
વરાછા ઝોન-બી: સરથાણા વી.ટી. સર્કલ નજીક [૨] મોટા વરાછા રામચોક.
લિંબાયત ઝોન: નવાગામ ડિંડોલી સીએનજી પંપથી નંદનવન રો-હાઉસ તરફ જતા રોડ પર, [૨] મગોબ રાજ ટેક્સ્ટાઇની બાજુમાં, [૩]ગોડાદારા મહર્ષિ શાળાના મેદાનમાં.
ઉધના ઝોન-એ: ખરવરનગર જંક્શન, [૨] ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે, સંગમનગર સોસાયટીની પાછળ
ઉધના ઝોન-બી: સચિન-નવસારી રોડ પર તુલસી હોટલની સામે.
રાંદેર ઝોન: નવી આરટીઓની બાજુમાં પાલ હજીરા રોડ, અડાજણ પાલિકા
એક્વેરિયમની બાજુમાં, જહાંગીરપુરા પરિશ્રમ પાર્ક સોસાયટીની સામે, અડાજણ બાપુનગર.
કતારગામ ઝોન: લંકાવિજય ઓવારા પાસે, સિંગણપોર ડી-માર્ટ પાસે, કોસાડ કોમ્યુનિટી હોલ સામે, ડભોલી વણઝારા આવાસ પાસે.
