Surat: શહેરના વરાછા વિસ્તારના ઘનશ્યામનગરમાંથી કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે મકાનના ત્રીજા માળે દરોડો પાડીને બે એજન્ટ, ચાર ગ્રાહક અને મકાન માલિકને ઝડપી પાડ્યા હતા, જયારે 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, સુરતમાં વરાછા પોલીસની ટીમે લંબે હનુમાન રોડ સ્થિત ઘનશ્યામ નગર શેરી નંબર 20માં દરોડો પાડ્યો હતો. અહી ત્રીજા માળે બનાવેલા રૂમમાં છેલ્લા બે મહિનાથી કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે અહી રેડ કરી ચાર ગ્રાહકો બીપીન મનજી ડાખરા, વિપુલ ધીરુભાઈ ચાવડા, રવી હરેશભાઈ બરવાળીયા અને આબિદ જાહેર હુસૈન પઠાણને ઝડપી પાડ્યા હતા જયારે બે એજન્ટ સંજય રાજેન્દ્ર યાદવ અને સર્વેશ રામગોપાલ શુક્લા તેમજ મકાન માલિક છગનભાઈ ગઢિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે અહીંથી 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગ્રાહકોને વોટ્સએપ મારફતે સંપર્ક કરીને ફોટા મોકલીને શરીરસુખ માણવા બોલાવાતા હતા. આ બનાવમાં કૂટણખાના સંચાલક અશોકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને પકડાયેલા લોકો સામે વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
