Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકવાના વિરોધમાં કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત અર્ધ નગ્ન અવસ્થામાં કલેકટર કચેરી ખાતે પહોચીને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યા બાદ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આગેવાનો અર્ધ નગ્ન હાલતમાં કલેકટર કચેરી પહોચ્યા હતા હાથમાં ઝાડું લઈને સુત્રોચાર કરીને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. મહાનગરપાલિકાના આ નિર્ણયથી ભારે નારાજગી ફેલાઈ છે.
સુરત મહાનગર પાલિકા કર્મચારી મહામંડળના મહામંત્રી મોહમદ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, વર્ષ 2022ના વર્ષમાં સુરત મહાનગર પાલિકાએ એક ઠરાવ કરીને સફાઈ કામદારોની ભરતી કોન્ટ્રકટ પ્રથાથી નક્કી કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા 4 વર્ષથી એ અંગે કોઈ કામગીરી ન કરી અને એકાએક એક અઠવાડિયા પહેલા સુરત મહાનગર પાલિકાએ જાહેર કરી અને કહેવામાં આવ્યું કે સફાઈ કામદાર સફાઈ કામદાર ડ્રેનેજ અને વીબીડીસીની ભરતી હવે કોન્ટ્રકટ પ્રથાથી કરવામાં આવશે.
જેનો સખ્ત શબ્દોમાં અમે મહામંડળ તરફથી અને સુરત મહાનગર પાલિકાના 22 હજાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરી રહ્યા છે. આજે આ બાબતે અમારા હોદ્દેદારો અને કાર્યકરો અર્ધનગ્ન સ્થિતિમાં કલેકટર કચેરીએ જઈને એનો વિરોધ કર્યો છે અને આવેદન પત્ર આપીને અમારી આ વાત રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુધી પહોચાડી છે.
ભાઈલાલ વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા એક ઠરાવ કરીને સફાઈ કામદારોની કાયમી ભરતી બંધ કરવાની જે માંગણી મૂકી છે એને અટકાવવા માટે અમે કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ.
સુરત મહાનગર પાલિકાએ સરકારના 2010 અને 2014ના ઠરાવ અનુલક્ષીને આ સફાઈ કામદારોની કાયમી ભરતી બંધ કરવાનું નક્કી કર્યું છે, જેનો અમે વિરોધ કરવા માટે આવ્યા છીએ.
સફાઈની કામગીરી એ કાયમી કામગીરી છે, જે કોન્ટ્રાકટથી કરાવી શકાય નહી. 120થી વધુ દિવસથી કામગીરી કરાવવાની હોય, ત્યાં રેગ્યુલર માણસોની ભરતી કરવી પડે એટલે સરકાર જે કાયદો છે તે કાયદાની ઉપરવટ જઈને ઠરાવ કરીને કાયદો અટકાવી શકાય નહી
