Shani Nakshatra Parivartan: આ 5 રાશિઓ પર વરસશે શનિદેવની સીધી કૃપા, 83 દિવસ જાતકો માટે 'જેકપોટ'; રૂપિયા ગણતા થાકી જશો

શનિ 9 ઓક્ટોબર, 2026ના રોજ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે 8 ફેબ્રુઆરી, 2027 સુધી રહેશે. આ ગોચર મિથુન, કન્યા, વૃષભ, મકર અને તુલા રાશિના જાતકો માટે આર્થિક લાભ અને કારકિર્દીમાં પ્રગતિ સહિત અનેક શુભ ફળ લાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 24 Sep 2026 06:54 PM (IST)Updated: Thu, 24 Sep 2026 06:54 PM (IST)
shani-nakshatra-parivartan-5-zodiac-signs-to-gain-immense-wealth-for-83-days

Shani Nakshatra Parivartan: ન્યાય અને કર્મફળના દાતા ગણાતા શનિની દરેક ચાલની તમામ રાશિના જાતકો પર શુભ-અશુભ અસર થતી જ હોય છે. વૈદિક જ્યોતિષમાં શનિના ગોચર અને નક્ષત્ર પરિવર્તનનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે. આ સાથે જ શનિની ચાલ ખૂબ જ મંદ માનવામાં આવી છે. જેથી શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે 30 મહિનાનો સમય લે છે.

એવામાં ઓક્ટોબરમાં શનિ એક મહત્ત્વપૂર્ણ નક્ષત્રમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હકીકતમાં આગામી 9 ઓક્ટોબર, 2026ના રોજ શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે, જ્યાં તે આગામી 8 ફેબ્રુઆરી, 2027 સુધી એટલે કે લગભગ 4 મહિના સુધી બિરાજમાન રહેશે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના સ્વામી ખુદ શનિદેવને માનવામાં આવે છે. એવામાં શનિનો પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. 

મિથુન (Gemini)

આ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન નવી આશાઓ અને તકો લઈને આવી રહ્યું છે. આર્થિક બાબતોમાં અણધાર્યો લાભ થઈ શકે છે. આવકનના નવા માર્ગો સુઝશે. લાંબા સમયથી અટકેલી ઉઘરાણી પરત મળી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ તેમના કામકાજથી ખુશ રહેતા તમારો આત્મવિશ્વાસ વધશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય પુરાવાર થશે.

કન્યા (Virgo)

તમારા માટે શનિના નક્ષત્ર પરિવર્તનનો સમય આવકના નવા માર્ગો ખોલનારો માનવામાં આવી રહ્યો છે. ધંધાદારી-વેપારી વર્ગ જૂના સંપર્કોનો ફાયદો ઉઠાવી શકશે. કોઈ મોટી ડીલ મળવાના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને વધારાની જવાબદારી મળશે, જે આગળ જતાં નવી ઊંચાઈ પર પહોંચાડશે. મિલકત સાથે સંકળાયેલા કામકાજમાં સફળતા મળશે.

વૃષભ (Taurus)

શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ નીવડશે. નોકરિયાત વર્ગને બઢતી-બદલી સંભવ. આ સાથે જ પગાર વધારો પણ થઈ શકે છે. કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળવાના યોગ છે. લાંબા સમયથી ચાલતી આવતી લોન ભરપાઈ થવાના સંજોગો ઉજળા બનતા આર્થિક ચિંતા હળવી થશે.

મકર (Capricorn)

તમારી રાશિનો સ્વામી સ્વયં શનિ છે. આથી શનિનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે લભા અને સન્માન લઈને આવશે. ઑફિસમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે, જેના પરિણામે તમારો આત્મવિશ્વાસ વધુ બુલંદ બનશે. ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. પરિવારના લોકો પણ તમારા પ્રયાસોની સરાહના કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે.

તુલા (Libra)

શનિનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે ચોતરફથી લાભ લઈને આવી હ્યું છે. ઘરના વડીલોની સલાહ માનવાથી તમને અઢળક ફાયદો થઈ શકે છે. તમારા વર્ષોથી અટકેલા કામો ગતિ પકડશે. પ્રેમપ્રસંગમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવશે, તમે બન્ને એકબીજાને સારી રીતે સમજી શકશો. આવક વધારવા માટેના નવા અવસરો ઉભા થશે. કોર્ટ-કચેરીના કામકાજમાં સફળતા મળશે.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.